- દુબઈમાં બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને મળી પ્રથમ જીત
- મોહમ્મદ હુસામુદ્દીને કઝાકિસ્તાનના મખમુક સેબિર્કને હરાવ્યો
- મંગળવારે ક્વાર્ટર ફાઈનલમાં હુસામુદ્દીનનો સામનો ઉઝ્બેકિસ્તાન સાથે થશે
નવી દિલ્હીઃ દુબઈમાં બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. ત્યારે મોહમ્મદ હુસામુદ્દીને ASBC એશિયાઈ મહિલા અને પુરુષ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ જીત અપાવી છે. હવે મંગળવારે ક્વાર્ટર ફાઈનલમાં હુસામુદ્દીનનો સામનો ટાપ સીડ અને હાલમાં વિશ્વ ચેમ્પિયન ઉઝબેકિસ્તાનના મિરાઝિજબેક મિર્ઝાહાલીલોવ સાથે થશે.
આ પણ વાંચોઃ હું પોલાર્ડ કે રસેલ નથી, આથી મને ગતિ પકડતા વાર લાગી: મુશ્ફીકર રહીમ
ત્રણ અન્ય ભારતીય બોક્સર પણ દેશ માટે મેડલ જીતવાનો પ્રયાસ કરશે
સોમવારે જ શિવા થાપા (64 કિલો) અને સુમિત સાંગવાન (81 કિલો) પહેલા તબક્કાની મેચમાં દેખાશે. આ બંને પણ જીતી જાય છે તો એ પણ મંગળવારે એક જ રિંગમાં દેખાશે. મંગળવારે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલી સિમરજિત અને ત્રણ અન્ય ભારતીય બોક્સર પણ ક્વાર્ટર ફાઈનલમાં રમતા દેશ માટે મેડલ મેળવવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું મોટું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ
અન્ય ભારતીય ખેલાડી અંતિમ 8 તબક્કામાં એક્શનમાં હશે
સિમરનજિત ઉપરાંત સાક્ષી (54 કિલો), જેસ્મીન (57 કિલો) અને સંજિત (91) અન્ય ભારતીય છે, જે આ પ્રતિષ્ઠિત એશિયાઈ ઈવેન્ટમાં પોતપોતાના વર્ગના અંતિમ 8 તબક્કામાં એક્શનમાં હશે.