ETV Bharat / sports

યુવાઓને તક આપવા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમે મેરી કોમ - વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ

6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમે સોમવારથી શરૂ થનારી આગામી IBA એલિટ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ 2022 (Asian Games 2022)ની ટ્રાયલ છોડી દેવાનું નક્કી કર્યું છે.

યુવાઓને તક આપવા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમે મેરી કોમ

author img

By

Published : Mar 7, 2022, 6:47 AM IST

નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર એમસી મેરી કોમે (Olympic bronze medalist) યુવાનોને તક આપવા માટે આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ (Womens World Boxing Championships) અને એશિયન ગેમ્સ 2022(Asian Games 2022)માં ભાગ નહી લેવાનો નિર્ણય કર્યો છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે તેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

એક સંદેશમાં મેરી કોમે કહ્યું

IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 6થી 21 મે દરમિયાન તુર્કીના ઈસ્તાંબુલમાં રમાશે. 2022 કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી અને 2022 એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ને એક સંદેશમાં મેરી કોમે કહ્યું કે, હું યુવા પેઢીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું નામ બનાવવાની તક આપવા, મોટા એક્સપોઝર અને અનુભવ મેળવવા માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. તેમણે કહ્યું કે હું મારું ધ્યાન માત્ર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર કેન્દ્રિત કરવા માંગુ છું. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તમામ 12 કેટેગરીઓ માટે પસંદગીની ટ્રાયલ સોમવારથી શરૂ થશે અને બુધવારે સમાપ્ત થશે. ટ્રાયલ્સમાં એશિયન ગેમ્સની વજન કેટેગરીનો પણ સમાવેશ થાય છે જે IBA જેવી જ છે.

આ પણ વાંચો- IPL 2022: 26 માર્ચથી શરૂ થશે IPL, પ્રથમ મુકાબલો કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે

BFIના પ્રમુખ અજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેરી કોમ (Six time world champion MC Mary Kom) છેલ્લા બે દાયકાથી ભારતીય બોક્સિંગના પ્રતિનિધી છે અને તેણે વિશ્વભરના અસંખ્ય બોક્સર અને રમતવીરોને પ્રેરણા આપી છે. અમે તેમના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ અને અન્ય બોક્સરોને તક આપવી એ તેમના ચેમ્પિયન વ્યક્તિત્વનો પુરાવો છે. એશિયન ગેમ્સ માટે મેન્સ સિલેક્શન ટ્રાયલ મેમાં યોજાશે જ્યારે પુરુષો અને મહિલાઓ માટે કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ જૂનમાં યોજાશે.

આ પણ વાંચો- માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં વ્યવહારો બંધ કર્યા, યુક્રેનમાં 18થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.