ETV Bharat / sports

Khelo India Winter Games 2023: અનુરાગ ઠાકુરે ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું, રમતગમતને દેશની 'સોફ્ટ પાવર' ગણાવી - કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ગુ

કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગુલમર્ગમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેણે રમતગમતને દેશની 'સોફ્ટ પાવર' ગણાવી હતી. તેણે કહ્યું કે જ્યારે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેડલ જીતે છે ત્યારે તે દેશને એક કરે છે.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન
ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન
author img

By

Published : Feb 10, 2023, 7:24 PM IST

ગુલમર્ગ(કાશ્મીર): ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે 5 દિવસીય ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હાજર હતા.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન
ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન

1500થી વધુ રમતવીરો: રમતગમત સચિવ સરમદ હાફીઝે કહ્યું કે ખેલો ઈન્ડિયાએ ઘાટીમાં રમતગમતને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. આ સિવાય પ્રશાસને ખીણના અન્ય સ્થળોને પણ શિયાળુ રમતગમતના સ્થળો તરીકે વિકસાવ્યા છે. મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે હવામાન ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આ બધાની વચ્ચે પણ છેલ્લી બે સિઝનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ તે સફળ થવાનું છે. આ પાંચ દિવસીય રમતોમાં દેશભરમાંથી 1500થી વધુ રમતવીરો 11 રમતોમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Santosh Trophy : પ્રથમ વખત સેમી-ફાઇનલ અને ફાઇનલ વિદેશમાં યોજાશે

40 રમતગમત કેન્દ્રોનું ઉદ્ઘાટન: અનુરાગ ઠાકુરે જમ્મુ અને કાશ્મીરમાં બનેલા 40 ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ સેન્ટરનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં ઇન્ડોર સ્ટેડિયમ છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા રમતના મેદાન બનાવવામાં આવ્યા છે. ગુલમર્ગમાં ટૂંક સમયમાં શિયાળાની રમતો માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર સ્થાપવામાં આવશે. તેમણે રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા માટે 'સ્નો ક્રિકેટ'ને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'સ્નો ક્રિકેટ' એક નવી પહેલ બની શકે છે જે કાશ્મીરમાં પ્રવાસનને સુધારી શકે છે.

આ પણ વાંચો: IND VS AUS : રોહિતના નામે નોંધાયો રેકોર્ડ, T20, ODI અને ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

સ્પોર્ટ્સ એક 'સોફ્ટ પાવર': અનુરાગ ઠાકુરે કહ્યું કે સ્પોર્ટ્સ એક 'સોફ્ટ પાવર' છે. જ્યારે કોઈ રમતવીર આંતરરાષ્ટ્રીય મેડલ જીતે છે ત્યારે તે દેશને એક કરે છે. નીરજ ચોપરાના ગોલ્ડ મેડલથી ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતની 121 વર્ષની રાહનો અંત આવ્યો. તેમણે કહ્યું કે ગત વર્ષ ભારતીય રમતો માટે મોટું વર્ષ હતું કારણ કે વિવિધ રમતોના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. પીવી સિંધુ બેડમિન્ટનમાં સતત બે ઓલિમ્પિક મેડલ જીતવા એ કોઈ નાની સિદ્ધિ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.