ETV Bharat / sports

Jr Women's World Cup 2023: વિમેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ માટેની મેચોનો કાર્યક્રમ જાહેર, પ્રથમ મેચ કેનેડા સામે રમાશે

મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય હોકી ટીમ બેલ્જિયમ, કેનેડા અને જર્મની સાથે સ્પર્ધા કરીને આગળ વધશે. 29 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રમાનારી ટુર્નામેન્ટમાં જુનિયર ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.

author img

By

Published : Jun 23, 2023, 3:33 PM IST

Etv BharatJr Women's World Cup 2023
Etv BharatJr Women's World Cup 2023

સેન્ટિયાગો: આ વર્ષે ચિલીમાં યોજાનાર મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023 માટે ભારતને બેલ્જિયમ, કેનેડા અને જર્મનીની સાથે ગ્રુપ Cમાં રાખવામાં આવ્યું છે. ભારત ઈવેન્ટના પહેલા દિવસે 29મી નવેમ્બરે કેનેડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વિશ્વની 16 શ્રેષ્ઠ મહિલા જુનિયર ટીમોની આ ઈવેન્ટ સેન્ટિયાગોના નેશનલ સ્ટેડિયમના નવા મેદાન પર રમાશે. FIH હોકી વિમેન્સ જુનિયર વર્લ્ડ કપ ચિલી 2023 નું સત્તાવાર લોન્ચ ગુરુવારે ચિલી ઓલિમ્પિક સમિતિના મુખ્યાલય ખાતે થયું હતું.

  • The Pools for the FIH Hockey Women's Junior World Cup Chile 2023 have been announced, and India are placed in Group C alongside Canada, Germany, and Belgium.
    The tournament will take place in Santiago, Chile, from November 29 to 10 December 2023.#HockeyIndia #IndiaKaGame #JWWCpic.twitter.com/wA5xlo6YXG

    — Hockey India (@TheHockeyIndia) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતનો પ્રથમ મુકાબલો: વિમેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2023માં, ભારત એ 16 ટીમોમાં સામેલ છે જેને 29 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રમાનારી ટુર્નામેન્ટમાં દરેક 4 ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ઓસ્ટ્રેલિયા, ચિલી, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતની 1 ડિસેમ્બરે બીજી મેચ: પૂલ Bમાં આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, સ્પેન અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. પૂલ Dમાં ઇંગ્લેન્ડ, જાપાન, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. સ્પર્ધાના પહેલા દિવસે કેનેડા સામે ટકરાયા બાદ ભારત 1 ડિસેમ્બરે તેની બીજી મેચમાં જર્મની સામે ટકરાશે.

એશિયાની 3 ટીમો ભાગ લેશે: મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023માં ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત એશિયાની 3 ટીમો ભાગ લેશે. ભારતે પોતાના ગ્રુપમાં બેલ્જિયમ, કેનેડા અને જર્મની સાથે સખત સંઘર્ષ કરવો પડશે. જેથી તે મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023માં સફળતા હાંસલ કરી શકે અને જુનિયર ટીમ ખિતાબની લડાઈ જીતી શકે છે.

આ પણ વાંચો:

  1. SAFF Championship: સુનીલ છેત્રીની હેટ્રિકથી ભારતે SAFF ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
  2. Kyle Phillip Bowling Action: ફાસ્ટ બોલર કાયલ ફિલિપ પર પ્રતિબંધ, એક્શન નહીં બદલાય તો કરિયર ખતમ થઈ જશે
  3. ICC ODI World Cup 2023 Schedule : ODI વર્લ્ડ કપનો કાર્યક્રમ આ દિવસે જાહેર થશે, સ્ટેડિયમોને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.