- ઈટલીના સારડેગ્ના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીની હાર
- સુમિત નાગલ 3 સેટની મેચમાં જોસેફ કોવાલિક સામે હાર્યો
- સુમિતે આ પહેલા ક્વાલિફાઈિંગમાં બન્ને મેચમાં જીત મેળવી હતી
આ પણ વાંચોઃ કોવિડને કારણે ઉત્તર કોરિયા ટોક્યો ઓલિમ્પિકમાં સહભાગી નહિ થાય
કેગલિયારી (ઈટલી): ઈટલીમાં સારડેગ્ના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જોકે, ભારત માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે, ભારતના સુમિત નાગલ 6 એપ્રિલે 3 સેટના મુકાબલામાં સ્લોવાકિયાના જોસેફ કોવાલિક સામે હારીને ATP 250 સારડેગના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા તબક્કાથી બહાર થઈ ગયા છે. વિશ્વમાં 136મા નંબરના નાગલ અને 124ના નંબરના કોવાલિક બંને ક્વાલિફાઈંગ તબક્કાથી મુખ્ય ડ્રોમાં પહોંચ્યા હતા. સ્લોવાકિયાઈ ખેલાડીએ 2 કલાક 13 મિનીટ સુધી ચાલેલી મેચમાં 3-6, 6-1, 6-3થી જીત મેળવી લીધી છે. સુમિતે આ પહેલા ક્વાલિફાઈિંગમાં બન્ને મેચમાં જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ શાદાબ ખાન ઈજાગ્રસ્ત થવાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાંથી બહાર
સુમિત પહેલી મેચમાંથી બહાર
કૈગલિયારી (ઈટલી)માં ભારતના સુમિત નાગલ મંગળવારે 3 સેટમાં ચાલેલી મેચમાં સ્લોવાકિયાના જોસેફ કોવાલિક સામે હારીને ATP 250 સારડેગ્ના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પહેલી મેચથી બહાર થઈ ગયા છે.