- ઓલિમ્પિકની આ રમતો 8 ઓગસ્ટ સુધી ચાલશે
- ભારતે વર્ષ 1900માં પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો
- વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ બેડમિંટનમાં બીજી ઓલિમ્પિક મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે
ટોક્યો: કોરોના(corona) મહામારીના લીધે એક વર્ષ પછી શરૂ થતી રમતોની શરૂઆતમાં પણ આ જીવલેણ વાયરસનો પડછાયો વિશ્વમાંથી દૂર થયો નથી. વિશ્વનો સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક ટોક્યો હજારો ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને અધિકારીઓનું આયોજન કરે છે. જ્યારે અહીં દરરોજ એક હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- જાણો, Tokyo Olympics 2020માં ભારતીય ખેલાડીઓનું શિડ્યુલ, મેચ ટાઈમિંગ અને ડ્રો
શુક્રવારે આ રમતના મહાકુંભનો થશે પ્રારંભ
અજીબ વાતાવરણમાં યોજાતી આ રમતોમાં ના તો દર્શક છે અને ના તો તે ઉત્સાહ છે જે ઓલિમ્પિક(OLYMPIC)ની ભાવનાનો પરિચાયક છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઘણા પ્રયત્ન કરી રહી છે કે આ રમતોને આશા તરીકે જોતા ફક્ત સકારાત્મક પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આઈઓસીના પ્રમુખ થોમસ બાકે બુધવારે રાત્રે કહ્યું હતું કે, આ સંકટને પહોંચી વળવા અને તેનો સામનો કરવાનો એક નુસ્ખો છે. રમતો પછી, આશાનો આ સંદેશ આત્મવિશ્વાસના સંદેશમાં ફેરવાશે. શુક્રવારે ઉદઘાટન સમારોહની સાથે જ 8 ઓગસ્ટ સુધી ચાલનારી રમતોના આ મહાકુંભનો પ્રારંભ થશે. બાકને ખાતરી છે કે, આ આનંદ અને ખાસ કરીને રાહતનો પ્રસંગ હશે.
દેશના નામે ઓલિમ્પિક્સમાં માત્ર 28 પદક છે
ભારતની વાત કરીએ તો, એક અબજ 30 કરોડથી વધુની વસ્તી ધરાવતા દેશના નામે ઓલિમ્પિક્સ(OLYMPIC)માં માત્ર 28 પદક છે. ભારતે વર્ષ 1900માં પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને અત્યાર સુધીમાં માત્ર અભિનવ બિન્દ્રા વ્યક્તિગત કેટેગરીમાં પીળો ચંદ્રક હાંસલ કરવામાં સફળ રહ્યો છે, જે તેણે 2008ના બેઇજિંગ ઓલિમ્પિક્સ(OLYMPIC)માં સટીક નિશાનો લગાવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો-Tokyo Olympics: ઓલિમ્પિક્સ વિલેજમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, આયોજકોએ કરી પુષ્ટિ
આ વખતે ભારતે 120 ખેલાડીઓ મોકલ્યા છે
આ વખતે ભારતે 120 ખેલાડીઓ મોકલ્યા છે, જેમાં 68 પુરુષો અને 52 મહિલાઓ છે. પ્રથમ વખત ડબલ અંકોમાં મેડલ જીતવાની આશાઓ ભારતીય ટુકડી સાથે બંધાયેલી છે. ટોચના દાવેદાર 15 શૂટર હશે, જેમણે છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી છે. ભારતના મેડલ આશાસ્પદ લોકોમાં ઓગણીસ વર્ષના મનુ ભાકર, 20 વર્ષીય ઇલાવેનિલ વાલારીવાન, 18 વર્ષીય દિવ્યાંશ સિંહ પંવાર અને 20 વર્ષિય એશ્વર્ય પ્રતાપસિંહ તોમરનો સમાવેશ થાય છે.
ભારત પાસે શૂટિંગની મોટી ટીમ છે
એક તરફ, ભારત પાસે શૂટિંગની મોટી ટીમ છે અને બીજી બાજુ એકલી યોદ્ધાના રૂપમાં ઉતરશે બે વીરાંગનાઓ. વેઇટલિફ્ટિંગમાં 49 કિગ્રામાં મીરાબાઈ ચાનુ અને તલવારબાજીમાં ક્વોલિફાઇ કરીને ઇતિહાસ રચનારા સીએ ભવાની દેવી. ચાનુ સાલ 2016 રિયો ઓલિમ્પિક્સમાં એક પણ માન્ય લિફ્ટ કરી નથી શકી. ત્યારથી તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2017, કોમનવેલ્થ ગેમ્સ 2018 માં ગોલ્ડ જીત્યો છે અને ક્લીન એન્ડ જર્કનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, ભવાનીએ તલવારબાજી જેવી રમતોમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.
દીપિકા કુમારીના નેતૃત્વમાં તીરંદાજી ટીમ તરફથી પણ આશાઓ રહેલી છે
વિશ્વની નંબર વન તીરંદાજ દીપિકા કુમારીના નેતૃત્વમાં તીરંદાજી ટીમ તરફથી પણ આશાઓ રહેલી છે. દીપિકા સારા પ્રદર્શન સાથે લંડન ઓલિમ્પિક્સ(OLYMPIC)ની કડવી યાદોને ભૂલી જવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યાં તે વિશ્વના નંબર વન તીરંદાજ તરીકે ઉતર્યા પછી પણ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. પતિ અતનુ દાસની સાથે તે પણ મિશ્ર ટીમ કેટેગરીમાં મેડલની દાવેદાર છે.
વિવિધ ખેલાડીઓએ અલગ-અલગ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવ્યા
બોક્સીંગમાં અમિત પંઘાલ (52 કિલો), છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમ (51 કિલો) અને એશિયાઇ ગેમ્સની ભૂતપૂર્વ ચેમ્પિયન વિકાસ કૃષ્ણ (69 કિલો)થી ઉમ્મીદ હશે. તે જ સમયે, આઠ કુસ્તીબાજોમાં બજરંગ પૂનિયા (65 કિલો) અને વિનેશ ફોગાટ (53 કિલો) ની અપેક્ષાઓ પ્રબળ છે, તો છેલ્લા ત્રણ વર્ષથી સારૂ પ્રદર્શન કરી રહી છે. દીપક પૂનિયા (86 કિલો), જેમણે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય હોકીને મહિલા અને પુરુષ બન્ને ટીમો તરફથી આશા છે
છેલ્લાં ચાર દાયકાથી ઓલિમ્પિક (OLYMPIC)મેડલની રાહ જોઇ રહેલી ભારતીય હોકીને મહિલા અને પુરુષ બન્ને ટીમો તરફથી આશા છે. ભારતે 1980માં આઠમો અને છેલ્લો ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો અને આટલા વર્ષોમાં પ્રથમ વખત આ ટીમે વાસ્તવિક આશાઓ ઉભી કરી છે. અચંત શરત કમલ અને મનિકા બત્રા ટેબલ ટેનિસમાં કમાલ કરી શકે છે. એથલેટિક્સમાં નીરજ ચોપડા અથવા તેજીંદર સિંહ તૂર પી.ટી. ઉષા અથવા સ્વર્ગસ્થ મિલ્ખા સિંહની ઓલિમ્પિક્સ(OLYMPIC)માં નાના અંતરથી ચંદ્રક જીતવા બદલના અફસોસને દૂર કરી શકે છે.
રિયોનાની રજત બાદ ટોક્યોમાં તેમની નજર સુવર્ણ પર છે
વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ બેડમિંટનમાં પોતાનો બીજો ઓલિમ્પિક(OLYMPIC) મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. રિયોનાની રજત બાદ ટોક્યોમાં તેમની નજર સુવર્ણ પર છે. અનુભવી ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ચોથી વખત ઓલિમ્પિકમાં રમી રહી છે અને અંકિતા રૈના સાથે ડબલ્સમાં ભાગ લેશે.
આ પણ વાંચો-PM Modi આજે સાંજે 5 વાગ્યે Tokyo Olympicsમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરશે વાત
હોર્સ રાઇડિંગમાં ફૌવાદ મિર્ઝા ઓલિમ્પિક્સમાં ભારત તરફથી રમશે
પહેલીવાર હોર્સ રાઇડિંગમાં ફૌવાદ મિર્ઝા ઓલિમ્પિક્સ(OLYMPIC)માં ભારત તરફથી રમશે. સ્વિમિંગમાં પણ ભારતનો સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજ પ્રથમ વખત ઓલિમ્પિક એ ક્વોલિફિશન માર્ક પર સ્થાન મેળવવામાં સફળ થયાં. આ ખેલાડીઓ પર આખા દેશની આશા રહેલી છે કે, મેદાન પર તેમની સફળતા કોરોના મહામારી દ્વારા સર્જાયેલી નિરાશા, આશંકા અને મુશ્કેલીઓને ભૂલી જવાનું કારણ બનશે.