વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે રિલે રેસમાં ફાઈનલિસ્ટ (ટૉપ 8) માં રહેનાર ટીમ ઓલેમ્પિક માટે કવોલિફાઈ કર્યું છે અને આવી રીતે ભારતીય મિક્સ્ડ રિલે ટીમમાં ફાઈનલમાં ત્રીજા સ્થાન પર રહેતા ઓલેમ્પિક માટે ક્વોલિફાઈ થઈને ઈતિહાસ રચ્યો છે.
![વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4588943_ueyui2y.jpg)
![ભારતીય મિક્સ્ડ ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4588943_tyuf.jpg)
ભારતીય ટીમે 3 મીનિટ 16.14 સેકંડ જેટલો સમય લીધો હતો. દરેક હીટમાંથી ટોચની 3 ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સિઝનમાં ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
મોહમ્મદ અનસે ભારત તરફથી શરુઆત કરી પરંતું તેઓ પાછળ રહી ગયા જો કે વિસ્મયાએ દોડ લગાવતા ભારતને રેસમાં આગળ રાખ્યું હતુ. તેના બાદ મૈથ્યુએ દોડ લગાવી, તે થોડી પાછળ રહી ગઈ પરંતુ નિર્મલે ભારતને ફાઈનલ સુધી પહોંચાડ્યું.
હીટ-1 માં ચોથા સ્થાન પર રહેનાર ગ્રેટ બ્રિટેન અને હીટ-1માં ચોથા સ્થાન પર રહેનાર બેલ્જિયમ પણ ફાઈનલમાં જવા માટે સફળ રહી.