- કોહલીની પ્રેસ કોન્ફરન્સ બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનો વિવાદ વધુ વકર્યો
- વિરાટને કેપ્ટનશિપ ન છોડવાની અપીલ કરી હતી
- વિરાટ કોહલીએ T20ની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી
હૈદરાબાદઃ વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ (Virat Kohli's press conference )બાદ ટીમ ઈન્ડિયાની (Indian cricket team )કેપ્ટનશિપનો વિવાદ (Controversy over Team India's captaincy)વધુ વકર્યો છે. દક્ષિણ આફ્રિકા જતા પહેલા ટેસ્ટ ટીમના કેપ્ટન કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે અનેક તથ્યોનો ખુલાસો કર્યો છે.
વિરાટને કેપ્ટનશિપ ન છોડવાની અપીલ
કોહલીએ કહ્યું, ટી20ની કેપ્ટન્સી (T20 captaincy )છોડવા પર કોઈને કોઈ સમસ્યા નથી. મને કેપ્ટનશિપ ન છોડવાનું કહેવામાં આવ્યું ન હતું. વિરાટનું આ નિવેદન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના (BCCI President Sourav Ganguly )નિવેદનથી તદ્દન વિરુદ્ધ છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેણે પોતે વિરાટને કેપ્ટનશિપ ન છોડવાની અપીલ કરી હતી.
હું ODI-ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવા માંગુ છું
વિરાટ કોહલીએ કહ્યું કે, મેં સૌથી પહેલા BCCIને ટી20 કેપ્ટનશિપ (T20 captaincy)છોડવાની વાત કહી હતી. તેને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. મારા આ નિર્ણયથી કોઈ પરેશાન નહોતું. મને કહેવામાં આવ્યું ન હતું કે તમારે T20ની કેપ્ટનશીપ છોડવી જોઈએ નહીં, પરંતુ તેની પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે, હું ODI-ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવા માંગુ છું, જો પસંદગીકારોનો અન્ય કોઈ નિર્ણય ન હોય તો મેં આ વિકલ્પ પણ આપ્યો હતો કે જો તેઓ બીજું કંઈ વિચારે તો તે તેમનો નિર્ણય છે.
કોહલીના આ નિવેદનથી બિલકુલ અલગ
કોહલીના આ નિવેદનથી બિલકુલ અલગ, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ પરથી હટાવવા પર પહેલી પ્રતિક્રિયા આપી હતી. સૌરભે કહ્યું હતું કે, અમે વિરાટ કોહલીને ટી-20ની કેપ્ટન્સી ન છોડવા કહ્યું હતું. સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં પોતે વિરાટ કોહલીને કહ્યું હતું કે તે T20ની કેપ્ટનશીપ ન છોડે.
ભારતીય ટીમનો સૌથી મોટો ખેલાડી
તે કામના બોજને કારણે આવું કરવા માંગતો હતો, તેમાં કંઈ ખોટું નથી, તે લાંબા સમયથી ભારતીય ટીમનો સૌથી મોટો ખેલાડી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ જ ઈન્ટરવ્યુમાં કહ્યું, આ પછી બીસીસીઆઈ અને પસંદગીકારોએ નિર્ણય લીધો હતો કે સફેદ બોલ ક્રિકેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી
બુધવારે વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી કે કેવી રીતે તેમને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય જણાવવામાં આવ્યો. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મને સિલેક્શન મીટિંગના દોઢ કલાક પહેલા 8 ડિસેમ્બરે બોલાવવામાં આવ્યો હતો. ટી20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ મેં કેપ્ટનશિપના વિષય પર કોઈ વાત કરી નથી. બેઠકમાં મુખ્ય પસંદગીકારોએ મારી સાથે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરી, જેના પર બંને પક્ષો સહમત થયા. વીડિયો કૉલ પૂરો થતાં પહેલાં, મને કહેવામાં આવ્યું હતું કે પસંદગીકારોએ નિર્ણય લીધો છે કે તમે હવે ODI કેપ્ટન નહીં રહે, જેના પર મેં ઠીક કહ્યું.
T20ની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ વિરાટ કોહલીએ T20ની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડ સીરીઝમાં રોહિત શર્માને T20ની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Virat Kohli Press Conference: દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા વિરાટ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું, વનડે રમીશ
આ પણ વાંચોઃ વિરાટ કોહલી vs રોહિત શર્મા: અનુરાગ ઠાકુરે કહ્યું, રમતથી કોઈ મોટું નથી