- ISSF શૂટર્સ વર્લ્ડ કપમાં ભારતનો ડંકો વાગ્યો
- 25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં ભારતે જીત્યો સુવર્ણ ચંદ્રક
- ભારતે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં રજત ચંદ્રક જીત્યો
આ પણ વાંચોઃ CSKએ લોન્ચ કરી નવી જર્સી, સેનાના સન્માનમાં જર્સીમાં લગાવ્યું કેમોક્લોઝ
નવી દિલ્હીઃ ભારતીય મહિલા શૂટર્સે ગુરુવારે અહીં 25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધાના સુવર્ણ અને 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં રજત ચંદ્રક જીતીને ISSF શૂટર્સ વર્લ્ડ કપમાં દેશનો દબદબો યથાવત્ રાખ્યો છે. આ સ્પર્ધાના સાતમા દિવસે હંગરી ટીમ પુરુષોની રાઈફલ થ્રી પોઝિશનના ફાઈનલથી હટી ગઈ હતી. કારણ કે, તેમના ખેલાડીઓ સિનિયર શૂટર્સ પીટર સિડીની સાથે બાઈપોડ અંગે આંતરિક વિવાદ થયો હતો. આ કારણે આ સ્પર્ધા શુક્રવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે. ભારતનો સામનો હવે ત્રીજા સ્થાને રહેલા અમેરિકા સાથે થશે.
પોલેન્ડની ટીમે માત્ર 7 સ્કોર બનાવ્યો હતો
ભારતની ચિન્કી યાદવ, મનુ ભાકર અને રાહી સરનોબતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય ત્રિમૂર્તિ (ત્રણ મહિલાઓએ) ફાઈનલમાં કુલ 17નો સ્કોર બનાવ્યો હતો અને પોલેન્ડની ઈવોના વાવરજોનોવસ્કા, યુલિતા બોરેક અને એગ્નિસ્કા કોરેઝવોને સરળતાથી હરાવી દીધી હતી. પોલેન્ડની ટીમે માત્ર 7 સ્કોર બનાવ્યો હતો. સરનોબટે કહ્યું હતું કે, વ્યક્તિગત સ્પર્ધામાં જો અમે ભૂલ કરીએ તો પોઈન્ટ ગુમાવીએ છીએ, પરંતુ અહીં અમે વધુ જવાબદારી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી ટી- 20 મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટે હરાવી
ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રકની મેચમાં 43 પોઈન્ટ મેળવ્યા
ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રકની મેચમાં 43 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે પોલેન્ડની ટીમ પછી બીજા સ્થન પર રહી છે. પોલેન્ડે 47 પોઈન્ટ મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ઈન્ડોનેશિયાની વિદ્યા રફીકા રહમતાન તોઈબા, મોનિકા દરયંતી અને આદ્રે જાહરા દિયાનિશાએ હંગરીની લલિતા ગાસ્પર, ઈસ્તાર ડેનેસ અને લિયા હોર્વાથને 47-43થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.