સુરતના ભટાર ખાતે આવેલ ખાનગી શાળામાં આજ રોજ ગુજરાત કક્ષાની એર રાઇફલ શૂટિંગ રેન્જ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના રમત-ગમત પ્રધાન ઈશ્વર પરમાર પણ ખાસ હાજર રહ્યા હતા.
દરમિયાન સુરત ડિસ્ટ્રીકટ એર રાઇફલ રેન્જ એસોસિયેશનના સેક્રેટરીએ હાજર રહી શાળાના વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શહેરના બાળકોને એર રાઇફલ શૂટિંગમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવા પ્રયાસ થકી સુરત ખાતેથી રાજયકક્ષાના એર રાઇફલ શૂટિંગ રેન્જ ભવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે શાળામાં બાળકોને પુસ્તકનું જ્ઞાન અને રમત ગમતનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સુરતની એક શાળાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બાળકોને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ શાળાએ બાળકોને રસોઈ કરતા શીખવવાની શરૂઆત કરી છે. સાથે સાથે શૂટિંગ શીખવાનું પણ શરૂ કર્યું છે.