ETV Bharat / sports

કોરોનાની ત્રીજી લહેર આવી તો ખેલો ઈન્ડિયા ગેમ્સ અંગે પ્લાન બી તૈયાર

author img

By

Published : Jun 2, 2021, 8:53 AM IST

હરિયાણામાં રમાનારી ખેલો ઈન્ડિયા ગેમ્સ પર હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 21 નવેમ્બરે આનું ઉદ્ઘાટન થશે. આ ઉપરાંત ઓલિમ્પિક પણ આ વર્ષે થશે. તેને ધ્યાનમાં રાખીને ખેલો ઈન્ડિયાની પેટર્ન પણ તે પ્રકારની સેટ કરવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર આવી તો ખેલો ઈન્ડિયા ગેમ્સ અંગે પ્લાન બી તૈયાર
કોરોનાની ત્રીજી લહેર આવી તો ખેલો ઈન્ડિયા ગેમ્સ અંગે પ્લાન બી તૈયાર
  • હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહે આપ્યું નિવેદન
  • હરિયાણામાં રમાનારી ખેલો ઈન્ડિયા ગેમ્સ અંગે આપ્યું નિવેદન
  • 21 નવેમ્બરે ખેલો ઈન્ડિયા ગેમ્સનું કરાશે ઉદ્ઘાટન

અંબાલાઃ રમતગમત પ્રધાન સંદીપ સિંહે મંગળવારે અંબાલા શહેરના એક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે હમારી આસ્થા ફાઉન્ડેશનને 2 લાખ રૂપિયાની ધનરાશિ પણ ભેટમાં આપી હતી. આ સાથે જ તેમણે ખેલો ઈન્ડિયા ગેમ્સ અને પહેલવાન સાગર હત્યાકાંડ મામલામાં ધરપકડ કરાયેલા અને ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કમાર અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો- Asian boxing: પૂજા રાનીએ જીત્યો ગોલ્ડ, લાલબુતસાહીને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

કોરોનાની ત્રીજી લહેર ખેલો ઈન્ડિયાને અસર કરશે

રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, આસ્થા ફાઉન્ડેશન દ્વારા 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે. કોરોનાની ત્રીજી લહેરનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને જો ત્રીજી લહેર આવે તો 18 વર્ષ કે તેથી ઓછી વયના લોકો માટે હાનિકારક છે. કારણ કે, ખેલો ઈન્ડિયામાં 18 વર્ષ કે તેથી નાની વયના બાળકો ભાગ લેશે.

આ પણ વાંચો- સચિન તેંડુલકરે તેની કારકિર્દી વિશે જણાવ્યું, કહ્યું - આ બન્ને બાબતોનો હંમેશાં રહેશે અફસોસ

ઓલિમ્પિક ટળી તો ખેલો ઈન્ડિયા પણ ટળશે

આ ઉપરાંત રમતગમત પ્રધાને કહ્યું હતું કે, નાની વયના ખેલાડીઓ આમાં ભાગ લેશે. હાલમાં કોરોનાના કારણે તે ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ પ્લાન બી ખેલાડીઓના જીવન પર કોઈ અસર ન થાય તે અંગે વિચારીને ચાલવું પડશે. ઓલિમ્પિકની પેટર્ન્સને ધ્યાનમાં રાખી ખેલો ઈન્ડિયા હોસ્ટ કરાશે. અને જો ઓલિમ્પિક ટળી ગઈ તો તેને આગળ ટાળવામાં આવશે. પંચકુલામાં મોટાભાગની મેચ રમાશે. આ ઉપરાંત ચંદીગઢ, અંબાલા અને શાહબાદમાં પણ રમત રમાશે. મોટા ભાગની ગેમ્સ પંચકુલામાં રમાશે.

સુશીલ કુમારે દેશનું ગૌરવ વધાર્યું છે, પરંતુ આ સ્થાને પહોંચ્યા બાદ તેણે આવું કામ કર્યું તે ખૂબ જ ટીકાત્મકઃ પ્રધાન

રમતગમત પ્રધાને સાગર ધનખડ હત્યાકાંડ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુશીલ કુમારે દેશનું ગૌરવ વધાર્યું છે, પરંતુ આ સ્થાને પહોંચ્યા બાદ તેણે આવું કામ કર્યું તે ખૂબ જ ટીકાત્મક છે. હું દરેક ખેલાડીઓને અપીલ કરું છું કે, રમત પર ધ્યાન આપે. કારણ કે, ખેલાડીઓનું ભવિષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. તે દરમિયાન જેટલું નામ બનાવી શકે તેટલું સારું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.