ગાંધીનગર: ગરવી ગુજરાતના પ્રણેતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્ર મોદીને પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે રાજભવન ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે મુલાકાત કરીને તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી. #HappyBdayModiji pic.twitter.com/MR3zsnCygh
— BJP Gujarat (@BJP4Gujarat) September 17, 2024
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીશ્રીના સર્વાધિક યોગક્ષેમ અને સ્વસ્થ ચિરાયુષ્યની મંગલ કામના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જીવન અને રાષ્ટ્ર પ્રત્યે આપનો દ્રષ્ટિકોણ ન માત્ર ભારતીયોને પરંતુ વૈશ્વિક સમાજને નવસ્ફૂર્તિ અને પ્રેરણા આપનારો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ભેટ આપ્યા હતા.
माननीय, @narendramodi
— Acharya Devvrat (@ADevvrat) September 17, 2024
जीवन और राष्ट्र के प्रति आपका दृष्टिकोण वैश्विक समाज के लिए नव स्फुर्ति और प्रेरणा उत्पन्न करने वाला है।
आपके जन्मोत्सव की मंगलमय वेला पर अपनी और गुजरात प्रदेश की धर्म-कर्मानुरागी जनता की ओर से आपके सर्वविध योगक्षेम एवं स्वस्थ चिरायुष्य की मंगलकामना । pic.twitter.com/PQuWouEGJH
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 'જ્ઞાની પુરુષ-દાદા ભગવાન' પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યશ-કીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરતાં કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના પ્રધાનમંત્રી સુધીનું આપનું પરિશુદ્ધ જાહેર જીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા અને ભગીરથ પુરુષાર્થ થકી આપત્તિને અવસરમાં બદલવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોમાં ભારતને પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં 500 ગીગાવૉટ ઉત્પાદનનું લક્ષ આપ્યું, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની ભેટ આપી, ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલની ભેટ આપી અને 'વિકસિત ભારત-વિકસિત ગુજરાત' કાર્યક્રમમાં ₹8,000 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે રાજભવનથી વિદાય થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને ભાવભીની વિદાય આપી હતી.
આ પણ વાંચો: