ETV Bharat / sports

iba world boxing: બોક્સિંગ રેન્કિંગમાં ભારત ટોચના ત્રણમાં પહોંચ્યું, અમેરિકા-ક્યુબાને હરાવ્યું - iba world boxing

ભારતના બોક્સિંગ રેન્કિંગમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લી બે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ 16 મેડલ જીત્યા છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની તાજેતરની વર્લ્ડ રેન્કિંગમાં ભારત ટોપ ત્રણમાં આવી ગયું છે. (IBA World Boxing Rankings )

iba world boxing: બોક્સિંગ રેન્કિંગમાં ભારત ટોચના ત્રણમાં પહોંચ્યું, અમેરિકા-ક્યુબાને હરાવ્યું

author img

By

Published : Feb 4, 2023, 12:19 PM IST

નવી દિલ્હીઃ ભારતના બોક્સિંગ રેન્કિંગમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. ભારતીય બોક્સરોને 36,300 રેન્કિંગ પોઈન્ટ્સ મળ્યા છે. આ સંખ્યા અમેરિકા અને ક્યુબા કરતા વધુ છે. જેના કારણે ભારતે બોક્સિંગમાં અમેરિકા અને ક્યુબા જેવા દેશોને પાછળ છોડી દીધા છે. અમેરિકાનું વર્તમાન રેન્કિંગ 4 અને ક્યુબાનું 9 છે. કઝાકિસ્તાન (48,100 પોઈન્ટ) રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે, ઉઝબેકિસ્તાન (37,600 પોઈન્ટ) બીજા નંબર પર છે.

16 મેડલ જીત્યા: ભારતીય બોક્સરોએ તાજેતરના વર્ષોમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે ભારત વિશ્વ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક ટુર્નામેન્ટમાં ટોચના પાંચ દેશોમાં સામેલ થયું હતું. છેલ્લી બે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ 16 મેડલ જીત્યા હતા. 2008 થી, ભારતે ટોચની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 140 મેડલ જીત્યા છે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ પણ દેશમાં ઘણી મોટી બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: Fraud With Deepak Chahar Wife : ક્રિકેટર દીપક ચહરની પત્ની સાથે 10 લાખની છેતરપિંડી, કેસ દાખલ

મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: 15 થી 26 માર્ચ દરમિયાન દેશમાં ત્રીજી વખત પ્રતિષ્ઠિત મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. બોક્સિંગની તાજેતરની રેન્કિંગ પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આ રમતનું ભવિષ્ય ઉજ્જવળ છે. છેલ્લી બે યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર અને યુવા સ્તરે એકત્ર થયેલા કુલ 22 મેડલ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. BFIના પ્રમુખ અજય સિંહે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, 'ભારત, BFI અને તમામ બોક્સિંગ પ્રેમીઓ માટે આ 'માઇલસ્ટોન' ક્ષણ છે.

આ પણ વાંચો: Joginder Sharma Retired : T20 વર્લ્ડ કપ જીતના હીરો જોગીન્દર શર્મા, 39 વર્ષની વયે નિવૃત્તિની કરી જાહેરાત

44મા સ્થાનેથી ત્રીજા સ્થાને મોટી છલાંગ: ભારતીય બોક્સિંગે છેલ્લા કેટલાક વર્ષોમાં 44મા સ્થાનેથી ત્રીજા સ્થાને મોટી છલાંગ લગાવી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત બોક્સિંગ રેન્કિંગમાં નંબર વન હશે. ભારત પાસે લવલીના, બોર્ગોહેન નિખાત ઝરીન, સ્વીટી બૂરા, શિવ થાપા, ગોવિંદ, સુમિત નરેન્દ્ર જેવા મહાન બોક્સર છે. જેઓ ભવિષ્યમાં દેશ માટે અનેક મેડલ જીતીને વિશ્વમાં ભારતનું નામ રોશન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.