આ વાતની જાણકારી હિમા દાસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો શેર કરીને આપી છે. ફોટો સાથે હિમાએ લખ્યું કે, 'ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં ટોપના સ્થાન પર રહેતા રેસ પૂર્ણ કરી'.
હિમાએ 52.09 સેકંડમા સમયમાં આ રેસ પૂર્ણ કરી હતી. હિમાએ આ મહિનામાં કુલ 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ પહેલા એ 2 જુલાઈના રોજ યુરોપમાં, 7 જુલાઈના રોજ કુંટો એથલેટિક્સ મીટમાં, 13 જુલાઈએ ચેક ગણરાજ્યમાં જ અને 17 જુલાઈના ટાબોર ગ્રાં પીમાં અલગ-અલગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
જણાવી દઈએ કે, આ વખતે બીજા સ્થાન પર પણ ભારતની વીકે વિસ્મયા રહી છે જે હિમા કરતા 53 સેકંડ પાછળ રહેતા બીજા સ્થાન પર જગ્યા બનાવવામાં સફળ રહી હતી. વિસ્મયાએ 52.48 સેકંડમાં રેસ પૂર્ણ કરી હતી. જ્યારે તૃતીય સ્થાન પર સરિતા ગાયકવાડ રહી હતી. તેઓએ 53.28 સેકંડમાં રેસ પૂર્ણ કરી હતી.
પુરૂષોની 200 મીટર સ્પર્ધામાં મોહમ્મદ અનસે 20.95 સેકંડમાં રેસ પૂર્ણ કરી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તો પુરુષોની 400 મીટરમાં ભારતના જ નોહ નિર્મલ ટોમે એ પણ 46.06 સેકંડ સાથે રજત પદક મેળવ્યો. પુરૂષોની જ 400 મીટરની હર્ડલ રેસમાં ભારતના એમપી જાબિરે 49.66 સેકંડ સાથે સુવર્ણ મેડલ જીત્યો. જિતિન પૉલ 51.45 સેકંડ સાથે બીજા સ્થાન પર રહ્યા.