ETV Bharat / sports

ગુજરાત વુમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમશે, મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે ઉતરશે મેદાનમાં - અમદાવાદના શાહીબાગ આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games 2022 in Gujarat) યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ મોદી સ્ટેડિયમથી ઉદ્ઘાટન કરશે. હાલ ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ (Gujarat Women Football Team) પ્રથમવખત નેશનલ ગેમ્સમાં રમવા માટે પ્રેક્ટિસ કરી રહી છે.

ગુજરાત વુમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમશે, મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે ઉતરશે મેદાનમાં

author img

By

Published : Sep 23, 2022, 4:40 PM IST

અમદાવાદ 36મી નેશનલ ગેમમાં ગોલ્ડન ગોલ સાથે ગુજરાત વુમન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે (Gujarat Women Football Team ) ઘર આગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લા 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ 3થી 4 કલાક સતત મહેનત પણ કરી રહી છે.

હાલમાં ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ છેલ્લા 45 દિવસથી કેમ્પમાં દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહી છે. અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.

ગુજરાત ટીમનો જુસ્સો હાઈલેવલ પર છે આ અંગે ગુજરાત વુમન ફૂટબોલ ટીમના એક્સપર્ટ કોચ (Gujarat Women Football Team Expert Coach) કલ્પના દાસે જણાવ્યુ કે, હું મૂળ તામિલનાડુની છું. આ ટીમ સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલી છું. ગુજરાતની ટીમમાં જબરદસ્ત જુસ્સો જોવા મળી રહ્યો છે અને ટીમમાં નેશનલ ગેમ્સને લઇને ખૂબ ઉત્સાહિત પણ છે કેમ કે, ગુજરાત વુમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ (Women Football Team participating first time) લઇ રહી છે. આ ટીમનો જુસ્સો અને જૂનૂન અત્યારે હાઇલેવલ પર છે. ટીમ માત્ર મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઊતરશે.

ટીમ 3થી 4 કલાક પ્રેક્ટિસ કરે છે ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ આ વખતે ટફ ફાઇટ આપવાના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરવાની છે. અમારી ટીમ કોઇ પણ મેચને હળવાશથી નહીં લે અને અમે આસાનીથી હાર માનવાના પણ નથી. હાલમાં ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ છેલ્લા 45 દિવસથી કેમ્પમાં દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહી છે. અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હાલમાં જ ગર્લ્સની ફૂટબોલ ટીમે બોય્ઝ ફૂટબોલ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમી છે, જેમાં ગર્લ્સની ટીમે સારું પ્રદર્શન (Girls football team performance) કર્યું હતું. મને આશા છે કે ગુજરાતની વિમેન ફૂટબોલ ટીમ જરૂરથી મેડલ જીતશે.

ટીમનું લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતવાનું ગુજરાત વુમન ફુટબોલના હેડ કોચ (Head Coach of Gujarat Women Football) મંયક સેલેરે કહ્યું કે, ટીમના કોચ અને ફિઝિયો તરફથી ખેલાડીઓને તમામ પ્રકારની મદદ મળી રહી છે. ખેલાડીઓ અત્યારે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત વુમન ફૂટબોલની ટીમ નેશનલ ગેમ્સ રમવા માટે ખૂબ એક્સાઇટેડ છે. ગોલ્ડ મેડલ જીતવાનું ટીમનું એક જ લક્ષ્ય છે. ઘર આગણે નેશનલ ગેમ યોજાઈ રહી છે. તેની ગુજરાતની ટીમને ખુશી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ફૂટબોલ મેચ 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર વચ્ચે રમાશે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં (Football ground in Shahibagh Ahmedabad) વુમન ફૂટબોલની મેચો રમાશે. 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર 2022 સુધી દરરોજ બે મેચ યોજાશે. પ્રથમ મેચ સવારે 9.30થી 11.30 કલાક સુધી અને બીજી મેચ બપોરે 3.30થી 5.30 કલાક સુધી યોજાશે. 36મી નેશનલ વુમન ફૂટબોલ ગેમમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ગુજરાત, મિઝોરમ, ગોવા, ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ અને મણિપુરની ટીમોનો સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વુમેન ફૂટબોલ ટીમની પ્રથમ મેચ 2 ઓક્ટોબર 2022એ આસામ સામે થશે. ત્યારબાદ 4 ઓક્ટોબર 2022એ મહારાષ્ટ્ર અને 6 ઓક્ટોબરે ઓડિશા સામે થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.