ભાવનગર સ્પોર્ટ્સ ખાતે રાજ્ય કક્ષાની ઓપન બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારે ખેલાડીઓની ચિંતા કરીને સ્પર્ધાના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે ચાર ઝોન બનાવીને સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી છે. જે પૈકીની સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં 15 જિલ્લા આવતા હોવાથી પુરુષો અને યુવતીઓની મળીને 30 ટીમો થવી જોઈએ ,પરંતુ કોઈ કારણસર ટીમ 16 જ આવી પહોંચી છે. જેમાં 9 ટીમ પુરુષોની અને 7 ટીમ મહિલાઓની હાલ સ્પર્ધામાં જોડાઈ છે. ભાવનગર ખાતે ઓપન બાસ્કેટ બોલ સ્પર્ધામાં બુધવારે ક્વાર્ટર ફાઇનલ અને આવતીકાલ ફાઇનલ મેચ રમાશે.
સરકારે ખેલાડીઓમાં મુસાફરીથી થાક લાગવાના પ્રશ્નને પગલે આ વર્ષે લીગ મેચ ખેલ મહાકુંભમાંથી હટાવીને ઝોન પ્રમાણે સ્પર્ધાઓ યોજી છે. સ્પર્ધામાં ઝોનની ફાઇનલમાં આવતી પ્રથમ અને દ્વિતીય ટીમને રાજ્ય કક્ષાએ રમવાની તક મળશે અને ત્યારબાદ રાજ્યની ફાઇનલ મેચ રમાશે અને વિજેતા જાહેર કરશે.