નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે સંસદમાં બજેટ રજુ કર્યુ હતું. જેમાં ખેલ મંત્રાલયે 2826.92 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. જ્યારે વર્ષ 2019-20 સંબંધિત બજેટમાં 2776.92 કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં. વર્ષ 2019-20માં ખેલો ઇન્ડિયા માટે 578 કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં, જ્યારે આ વર્ષ તે વધીને 890.42 કરોડ રૂપિયા કર્યાં છે.
ખેલ બજેટમાં 50 કરોડનો વધારો
2019-20માં ખેલ બજેટ 2216.92 કરોડ રૂપિયા હતું. જે વધીને આ વર્ષે 2776.92 કરોડ રૂપિયા ફાળવેલું છે. જો આ વર્ષે ખેલ બજેટને જોવામાં આવે તો 50 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ખેલાડીને આપવામાં આવતી રકમ મામલે ઘટ થઇ છે. પહેલા તેના માટે 111 કરોડ રૂપિયા બજેટ હતું, જે હવે ઘટીને 70 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ સિવાય રાષ્ટ્રીય ખેલ વિકાસ કોષમાં પણ 50 કરોડ રૂપિયાની ઘટ આવી છે.
સૌથી ઓછી ઘટ રાષ્ટ્રીય ખેલ મહાસંધના બજેટમાં થઇ છે. આ વખતે સરકારે 245 કરોડ રૂપિયા ફાળવેલા છે, જે ગત વર્ષ કરતા 50 કરોડ રૂપિયા ઓછી છે.