- ગોલ્ફના દિગ્ગજ ખેલાડી ટાઈગર વુડ્સ ઈજાગ્રસ્ત
- કાર પર કાબૂ ગુમાવતા અકસ્માજ સર્જાયો હોવાનું અનુમાન
- ટાઈગર એકલા કારમાં હોથોર્ન બુલેવાર્ડ પર યાત્રા કરી રહ્યા હતા
લોસ એન્જેલિસઃ ગોલ્ફના દિગ્ગજ ખેલાડી ટાઈગર વુડ્સ મંગળવારે એક કાર અકસ્માતનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી છે. લોસ એન્જેલિસ કાઉન્ટિ શેરિફ વિભાગે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વુડ્સે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
વુડ્સના સાથે માર્ક સ્ટાઈનબર્ગે કહ્યું હતું કે, અકસ્માતથી વુડ્સના પગમાં ઈજા પહોંચી છે. તેઓ હજી પણ સર્જરી કરાવી રહ્યા છે. લોસ એન્જિલિસ કાઉન્ટિ શેરિફ વિભાગે જણાવ્યું હતું કે, વુડ્સ સ્થાનિક સમયાનુસાર સવારે 7.12 વાગ્યે હોથોર્ન બુલેવાર્ડ પર યાત્રા કરી રહ્યા હતા. તેમણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પોલીસે જણાવ્યું કે, વુડ્સ કારમાં એકલા હતા. દુર્ઘટનામાં વાહનને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. જ્યારે અકસ્માતની તપાસ થઈ રહી છે તેવું શેરિફ વિભાગે જણાવ્યું છે. બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, વુડ્સે કારની સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને તેઓ કાર વધુ સ્પીડમાં ચલાવી રહ્યા હતા. તે દરમિયાન કાર પર કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.