નવી દિલ્હીઃ સર્બિયાના 36 વર્ષીય ખેલાડી નોવાક જોકોવિચે ટેનિસના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યું છે. હવે જોકોવિચ સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ધરાવનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો છે. જોકોવિચે રવિવારે 11 જૂને ફ્રેન્ચ ઓપન 2023ની ફાઈનલ મેચમાં કેસ્પર રુડને હરાવ્યો છે. આ જીત સાથે જોકોવિચે 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલને પાછળ છોડી દીધો છે. ફાઇનલ મેચમાં, જોકોવિચે કેસ્પર રુડના કઠિન પડકારને ત્રણ સેટમાં વટાવીને તેનું ત્રીજું ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું અને તેનું 23મું ઐતિહાસિક ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યું.
- — Novak Djokovic (@DjokerNole) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Novak Djokovic (@DjokerNole) June 11, 2023
">— Novak Djokovic (@DjokerNole) June 11, 2023
નોવાક જોકોવિચ બન્યો નંબર વન: સર્બિયન ખેલાડી જોકોવિચે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ જીતતાની સાથે જ 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલને પાછળ છોડી દીધો. 3 કલાક 13 મિનિટ સુધી રમાયેલી મેચમાં જોકોવિચે 7-6, 6-3, 7-5થી જીત મેળવી હતી. હવે આ જીત બાદ જોકોવિચ નડાલ કરતાં એક ટાઈટલ આગળ થઈ ગયો છે. આ સાથે જ ટેનિસમાંથી સંન્યાસ લઈ ચૂકેલા રોજર ફેડરરથી 3 ટાઈટલ આગળ છે. જોકોવિચે ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં સ્પેનના વિશ્વ નંબર વન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાજને હરાવીને 23મા ગ્રાન્ડ સ્લેમ તરફ આગળ વધ્યો હતો. તેણે રવિવારે 11 જૂને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પોતાનું સપનું પૂરું કર્યું છે.
-
New level unlocked 🔓@DjokerNole is back on top of the men’s leaderboard.#RolandGarros pic.twitter.com/83t4CXrw75
— Roland-Garros (@rolandgarros) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">New level unlocked 🔓@DjokerNole is back on top of the men’s leaderboard.#RolandGarros pic.twitter.com/83t4CXrw75
— Roland-Garros (@rolandgarros) June 11, 2023New level unlocked 🔓@DjokerNole is back on top of the men’s leaderboard.#RolandGarros pic.twitter.com/83t4CXrw75
— Roland-Garros (@rolandgarros) June 11, 2023
ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ 3 વખત જીત્યું : નોવાક જોકોવિચ ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. આ પહેલા જોકોવિચ વર્ષ 2016 અને 2021માં પણ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચૂક્યો છે. આ સાથે જોકોવિચ ટેનિસના ઈતિહાસમાં ઓછામાં ઓછો 3 વખત દરેક ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો છે. જોકોવિચ દસ વખત ઓસ્ટ્રેલિયન ઓપન, સાત વખત વિમ્બલ્ડન અને 3 વખત યુએસ ઓપન જીતી ચૂક્યો છે. નોવાક જોકોવિચે પ્રથમ સેટમાં 1-4થી નીચે આવીને ટાઈ-બ્રેક માટે દબાણ કર્યું અને પછીના બે સેટ જીતીને તેના નોર્વેના હરીફને 7-6(1), 6-3, 7-5થી હરાવી દીધો.
આ પણ વાંચો: