ETV Bharat / sports

ETV Exclusive: રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું? - ટોક્યો ઓલિમ્પિક મુલતવી

ભારતીય રેસલર બજરંગ પુનિયાએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરી હતી. જેમાં પુનિયાએ જણાવ્યું છે કે, મારા પિતાએ મને આંતરરાષ્ટ્રીય રેસલર બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મારા પિતા એ મારા પહેલા એક શિક્ષક છે.

Bajrang Puni
રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત
author img

By

Published : Jun 15, 2020, 4:08 PM IST

હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ટોચ માટે ગોલ્ડના પ્રબળ દાવેદાર રેસલર બજરંગ પુનિયાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં પુનિયાએ કહ્યું કે, હું ટોક્યોમાં અભિનવ બિન્દ્રાની 2008ની સમર ઓલિમ્પિકની સુવર્ણ ક્ષણને ફરીથી જીવિત કરવા માંગુ છું. ટોક્યો ઓલિમ્પિક વિશે વાત કરીએ તો બજરંગ પુનિયા પાસે ભારતને બીજો વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની આશા છે.

Bajrang Puni
રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત

લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવું એ કેટલાક લોકો માટે બોજ હોઈ શકે છે, પરંતુ પુનિયા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે. પુનિયાએ કહ્યું કે,"હું આભારી છું અને સંતોષ અનુભવું છું કે, મારા દેશવાસીઓ મને ઓલિમ્પિકનું ગૌરવ અપાવવાની અપેક્ષા રાખે છે. કારણ કે દેશવાસીઓની આશાનો અર્થ એ છે કે બધાને મારા પર વિશ્વાસ છે અને સમર ગેમ્સમાં અભિનવ બિન્દ્રાએ જે કર્યું હતું. હું એનું પુનરાવર્તન કરવા માટે શક્ય એટલી કોશિશ કરી ભારતને ગોલ્ડ અપાવીશ.

રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત

કોરોના લોકડાઉન અંગે પુનિયાએ કહ્યું કે, હું લોકડાઉન દરમિયાન ભારત સરકાર અને ડૉકટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી રહ્યો છે. પુનિયાએ કહ્યું કે, "જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારથી હું ઘરની બહાર ગયો નથી. હું ઘરેથી જ ટ્રેનિંગ લઈ રહ્યો છું.

પુનિયાએ કહ્યું કે, હું પોતાનો ટ્રેનિંગ પાર્ટનરને મિસ કરી રહ્યો છું. મારી ટ્રેનિંગ સારી રીતે ચાલી રહી છે, હું મારી નબળાઇઓ પર કામ કરી રહ્યો છું. હું ફક્ત ટ્રેનિંગ માટે એક સાથીને મિસ કરી રહ્યો છે. આ ઉપરાંત બધું સારું છે. હું મારી ટ્રેનિંગ સુધારવા માટે થોડી વધુ વસ્તુઓ ખરીદી રહ્યો છું. 2013માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેં પહેલું મેડલ જીત્યા પછી હું ખરેખર મારી જાત સાથે ખુશ હતો કારણ કે હું એ સમયે 18 કે 19 વર્ષનો હતો.

Bajrang Puni
રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત

કારકિર્દીના સૌથી ખરાબ તબક્કા વિશે વાત કરતા પુનિયાએ કહ્યું કે, "હું જ્યારે 2015ની રેસલિંગ ચેમ્પિયનશીપમાં મારી હારને ક્યારેય ભૂલીશ નહીં, એ સમયે મારા વિરોધીએ અંતિમ 12 સેકન્ડમાં મને પછાડી દીધો હતો. મારા માતા-પિતાએ મારા માટે ઘણું બધુ કર્યું છે. એ મારા પ્રથમ શિક્ષકો છે. હું એક સામાન્ય કુટુંબમાંથી આવું છું. પિતા પણ ખેડૂત છે, પરંતુ દરેક વખતે કોઈ વસ્તુની જરૂર હોય, તો મારા માટે ગમે એમ કરી લાવી આપતા હતાં.

પુનિયાએ કહ્યું કે, હું ટોક્યો ઓલિમ્પિક મુલતવી રાખવાના સમાચારને સકારાત્મક રીતે લઈ રહ્યો છું. જો ઓલિમ્પિક સમયપત્રક પ્રમાણે હોત તો પણ હું તૈયાર જ હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.