લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કોરોના સામે જંગ લડવા અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે છ કરોડ દસ લાખ પાઉન્ડ જેની ભારતીય ચલણ મુજબ કિંમત 571 કરોડ થાય છે. આટલી રકમનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેલાડીઓનાં વેતન ઉપર પણ કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે.
ઈસીબીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ ટૉમ હૈરિસને જણાવ્યુ હતું કે, 'આ સંકટનો સમય છે. ક્રિકેટ પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સહાય આપવી એ અમારી પ્રાથમિકતા છે.'
આ ઉપરાંત ઈંગ્લેન્ડની મેચોના આયોજન માટે જે કાઉંટીની ચુકવણી કરતાં હતાં તે કોરોના વાઈરસના કારણે મેચ નહીં યોજાઈ તો તેને પણ ચાર મહિના માટેમાફ કરી દેવાશે.
તાત્કાલીકપણે ચાર કરોડની રકમ અપાશે. બાકીની રકમ કાઉંટીને આપવામાં આવશે.