વિશ્વ વિદ્યાલયના ખેલોમાં સ્પ્રિંટર દુતી ચન્દે 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ દુતી ચન્દે ટ્વીટ કરી જણાવ્યું કે, " વર્ષોની મહેનત અને તમારા આશીર્વાદ સાથે, મને નપોલીમાં ચાલી રહેલી વિશ્વ વિદ્યાલય ખેલમાં 11.32 સેક્ન્ડમાં 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીતીનેે રેકોર્ડ સર્જ્યો છે. ફોટામાં નજરે આવતા તમામ પ્લેયર પણ વિજેતા છે.
તેઓેએ ગોલ્ડ મેડલ સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું કે, " મેળવી લીધુ છે." તેઓએ બીજી ટ્વીટમાં લખ્યુ છે કે, " મને નીચે ખેંચો, હું મજબુતી સાથે પરત ફરીશ."