બેલગ્રેડ: દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચનું માનવું છે કે, ગત્ત મહિને બેલગ્રેડમાં તેમના એડ્રિયા ટૂરની વિનાશકારી અંત બાદ તેમની જરુરતથી વધારે ટીકા થઈ રહી છે. તમનેે જણાવી દઈએ કે, નોવાક જોકોવિચ હજુ નક્કી નથી કરી શક્યો કે, તે આ વર્ષ યુએસ ઓપનમાં ભાગ લેશે કે નહી. તે એડ્રિયા કપના આયોજનને લઈ ટીકાકારોના નિશાને આવ્યો છે.
જોકોવિચ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ બધા ટીકાકારોએ કહ્યું કે, જોકોવિચ આ આયોજનને લઈ ગૈરજવાબદાર છે. જોકોવિચ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ભાગ બનેલા ગ્રિગોર દિમિત્રોવ, કોરિક, વિક્ટર જેવા ખેલાડી પણ કોરોના પોઝિટિવ હતા, ત્યારબાદ જોકોવિચે એક નિવેદનમાં કહ્યું કે, આ ખુબ દુર્ભાગ્યશાળી છે મને મારી જ ટીકા દેખાય છે.
જોકોવિચે કહ્યું કે, બધા કાયદા અને નિયમોનું પાલન કરે છે. મારો ઈરાદો ખોટો ન હતો. હું મારા ક્ષેત્રમાં ખેલાડીઓ અને ટેનિસ મહાસંધોની મદદ કરવા માંગતો હતો. મે આ કાર્યક્રમની જવાબદારી ઈમાનદારીથી લીધી હતી. 33 વર્ષીય ખેલાડી નોવાક જોકોવિચ ટ્રેનિંગ માટે પરત ફર્યા છે. તે એ નથી કહી શકતો કે, આ વર્ષ યૂએલ ઓપનમાં ભાગ લેશે કે નહી. તેમણે કહ્યું કે, મે હજુ સ્પષ્ટ નથી કર્યું કે, હું યૂએસ ઓપનમાં રમીશ કે નહી. સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યૂયૉકમાં આવેલા કોવિડ-19 કેસને લઈ અસમંજસમાં છું.