ETV Bharat / sports

Sanjita Chanu Weightlifter: ચાનુ બીજી વખત ડોપ ટેસ્ટમાં થઈ ફેલ, લાગ્યો પ્રતિબંધ - કોમનવેલ્થ ચેમ્પિયન વેઈટ લિફ્ટર સંગીતા ચાનુ

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર સંજીતા ચાનુ ડોપિંગ ટેસ્ટમાં ફરી પોઝિટિવ મળી આવી છે. ચાનુ 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા છે.

Sanjita Chanu Weightlifter: ચાનુ બીજી વખત ડોપ ટેસ્ટમાં થઈ ફેલ, લાગ્યો પ્રતિબંધ

author img

By

Published : Apr 5, 2023, 11:24 AM IST

નવી દિલ્હીઃ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ વેઈટલિફ્ટર સંજીતા ચાનુ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સંજીતાના ડોપિંગ ટેસ્ટમાં ખુલાસો થયો છે કે, તેણે એનાબોલિક સ્ટીરોઈડ ડ્રોસ્ટેનોલોન મેટાબોલિટનું સેવન કર્યું છે. આ સ્ટીરોઈડને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં ગુજરાતમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ચાનુને એનાબોલિક સ્ટીરોઈડ માટે પોઝીટીવ મળી આવ્યો હતો. જેના પર હવે વાડાએ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ IPL 2023: આકાશ ચોપરા કોરોના પોઝિટિવ, IPLમાં એની કોમેન્ટ્રી બંધ

ગોલ્ડ મેડલ વિજેતાઃ યુ.એસ.માં યોજાયેલી 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા પણ ચાનુને એનાબોલિક સ્ટીરોઈડ ટેસ્ટોસ્ટેરોન માટે પોઝિટિવ જોવા મળ્યો હતો. 2018માં ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ 2020માં તેના પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2014માં સંજીતાએ 48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાનુએ 53 કિગ્રા વજન વર્ગમાં આ મેડલ જીત્યો હતો.

બ્રોન્ઝ મેડલ વિજેતાઃ ચાનુએ એશિયન ચેમ્પિયનશિપ 2011માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય ચાનુએ 2012, 2015 અને 2018માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. મણિપુરના વેઈટલિફ્ટર નાડાના નિર્ણય સામે અપીલ કરી શકે છે. તેની પાસે 21 દિવસનો સમય છે. સંજીતા પહેલા જ કહી ચૂકી છે કે, હું અગાઉ પણ ટેસ્ટમાં પોઝિટિવ મળી હતી પરંતુ બાદમાં મને આરોપોમાંથી મુક્ત કરવામાં આવી હતી. હું મારા આહારનું ધ્યાન રાખું છું.

આ પણ વાંચોઃ MS Dhoni Biggest Taxpayer In Jharkhand : ધોની ઝારખંડમાં સૌથી મોટો વ્યક્તિગત ટેક્સપેયર બન્યો

એશિયન ગેમ્સ માટે ક્વોલિફાયઃ ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) ના પ્રમુખ સહદેવ યાદવે સંજીતા પર NADA દ્વારા ચાર વર્ષના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે, ચાનુએ નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે નાડાની કાર્યવાહી બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. સંજીતાએ કહ્યું, 'જો હું ચુકાદા સામે અપીલ કરીશ તો ઘણો સમય લાગશે. તેથી જ તેનું ધ્યાન ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થવા પર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.