લુસાનાઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતીના અધ્યક્ષે કહ્યું કે, 2020 ટોકિયો ઓલિમ્પિકના આયોજન અંગે ચાર અઠવાડીયામાં નિર્ણય લેવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં કોરાના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. કોરાના વાઈરસના પગલે વિશ્વમાં અત્યાર સુધીમાં 14,500થી વધારે લોકોના મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર પરિસ્થિતી વચ્ચે ઓલિમ્પિકનું આયોજન કરવું ખૂબ જ મુશ્કેલ છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતીના અધ્યક્ષ થોમસ બાકે એથ્લીટ સમુદાયને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે, દુનિયાભરમાં સ્વાસ્થ્યની વર્તમાન પરિસ્થિતીને ધ્યાયમાં રાખી શેર હોલ્ડરો સાથે ચર્ચા શરુ કરી અને ઓલિમ્પિક સ્થગિત કરવાના નિર્ણય અંગે પણ ચર્ચા કરી છે.
આ તકે અમને વિશ્વાસ છે કે, ચાર અઠવાડિયામાં જ આ ચર્ચાને આખરી ઓપ આપવામાં આવશે. તેઓએ આ તકે વધુમાં જણાવ્યુ હતું કે, જાપાનમાં કોવિડ-19ની પરિસ્થતિમાં થઈ રહેલો સુધારો વિશ્વાસ અપાવે છે કે, ઓલિમ્પિકનું આયોજન ઉચીત સમય અનુસાર કરીશું. તેમજ જાપાનની હાલતમાં હાલ સુધારો છે. જ્યાં લોકોએ ઉત્સાહપૂર્વક ઓલિમ્પિક મસાલનું સ્વાગત કર્યુ. તે જોતા જાપાનના ઓલિમ્પિક આયોજકોનો વિશ્વાસ અમારા પર મજબૂત થશે. સુરક્ષા, સિદ્વાંતો, સન્માન વગેરે અન્ય બાબતોને ધ્યાનમાં રાખી ઓલિમ્પિકનું આયોજન કરી શકાય છે. તેઓએ વધુ સ્પષ્ટતા આપતા કહ્યું કે, ઓલિમ્પિક રદ કરવુ તે અમારા હેતુમાં નથી, પરંતુ કોવિડ-19ની પરિસ્થતિને જોતા હાલ કોઈ પણ નિર્ધારીત તારીખ નક્કી કરી શકાય તેમ નથી.