અમ્માન : સાક્ષી ચૌધરીએ એશિયા ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરના મહિલા વર્ગમાં વિજયથી શરુઆત કરી હતી. સાક્ષીએ 57 કિલોગ્રામ વર્ગના મુકાબલામાં થાઈલેન્ડની નિલવાલે ટેખેશુફને 4-1થી હાર આપી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

સાક્ષીનો મુકાબલો દક્ષિણ કોરિયાની ઈ એમ સામે થશે. જેને નેપાળની મિનૂ ગુંરગને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
મેચ બાદ સાક્ષીએ કહ્યું કે, હું થાઈલેન્ડમાં જે બૉકસર સામે હતી, તેમને ચોથી સીડ મળી હતી. અમારી રણનીતિ હતી કે હું તેમના વિરુદ્ધ કાઉન્ટર રમું, જેનાથી મને ફાયદો થયો કારણ કે, હું કાઉન્ટર પર રમી અને તે સારું રમી શકી નહિ, હવે આગામી મુકાબલો કોરિયાની બોકસર સામે છે. અમે તેમનો મુકાબલો જોઈ રણનીતિ બનાવશું.

પ્રથમ રાઉન્ડમાં સાક્ષી હાવી રહી હતી. બીજા હાફમાં થાઈલેન્ડની બોક્સરે આક્રમક શરુઆત કરી સાક્ષીને પંચ કરી પરેશાન કરી હતી. નિલવાને સતત આ જ કર્યું અને સાક્ષી આ રાઉન્ડમાં તેમના પંચનો જવાબ આપી શકી નહિ, ત્રીજા રાઉન્ડમાં સાક્ષી પરત ફરવામાં સફળ રહી અને આ કારણે મેચ તેમના તરફી રહી હતી.