ETV Bharat / sports

નેશનલ ગેમ્સના છેલ્લા બે દાયકામાં ગુજરાતે સર કર્યા નવા શિખરો - gujarat national game

ગુજરાતમાં રમત ગમત ક્ષેત્ર હવે સતત નવા શિખર પર (national games in ahmedabad)જઈ રહ્યું છે. પેલા માત્ર ગણ્યા ગાઠ્યા રમતવીરોના મુખ પર જીતની ખુશી જોવા મળતી હતી. ત્યારે હવે ગુજરાતના રમતવિરોએ અનેક સિધ્ધિઓ અપાવીને રાજ્યને નવી ઓળખ આપી છે. ત્યારે જૂઓ ગુજરાતનું રમત જગત ક્યાં સ્તરે હાલ છે. (36th national games in gujarat 2022)

નેશનલ ગેમ્સના છેલ્લા બે દાયકામાં ગુજરાત નવા શિખર પર, અનેક મેડલ્સના કર્યા વધામણા

author img

By

Published : Sep 16, 2022, 4:04 PM IST

અમદાવાદ એક સમયે રમત ગમત ક્ષેત્ર પર નબળી પકડ ધરાવતા ગુજરાતને આજે 36મી નેશનલ ગેમ્સની યજમાની કરવાની સુવર્ણ તક મળી છે. ગુજરાતમાં આજે દિન-પ્રતિદિન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ હોય કે ઓલિમ્પિક રમતો. નેશનલ ગેમ્સ હોય કે એશિયન ગેમ્સ કે પછી વૈશ્વિક કક્ષાનો રમતોત્સવ. ગુજરાતને અગ્રિમ હરોળમાં લાવી રહ્યા છે, આપણા પ્રતિભાવંત ખેલાડીઓ એક સમયે રમતગમત ક્ષેત્રની સ્પર્ધાઓમાં ઉદાસ અને નિરાશાજનક પ્રદર્શન કરનાર ગુજરાતમાં આ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. (National Level Sports Festival)

ગુજરાતમાં રમત ગમત ક્ષેત્ર
ગુજરાતમાં રમત ગમત ક્ષેત્ર

ખેલ મહાકુંભ નવી ક્રાંતિ હાલના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવી. જી હાં, વાત થઈ રહી છે ખેલ મહાકુંભની. રાજ્યના ખેલાડીઓની આંતરિક સુષુપ્ત શક્તિ ખીલે તેમજ છેક ગ્રામીણ સ્તરેથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા થાય – તેવા શુભ આશયથી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. સપનાના આ બીજ આજે વિશાળ વટવૃક્ષ તરીકે આકાર પામી રહ્યા છે. જેને લઈને ગુજરાતમાં ખેલક્રાંતિની તેમજ રમતગમત ક્ષેત્રને મુખ્ય પ્રવાહમાં લાવવાનો ઉદ્દાત અને ભગીરથ પ્રયાસ થયો. 21 રમતો સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભ પહેલા રમતગમત ક્ષેત્રે ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી તેના પર એક મેરેથોન નજર કરીએ.

ગુજરાતની નવી ઓળખ વેપાર-વાણિજ્ય, સ્વાદિષ્ટ ખાણીપીણી તેમજ પ્રવાસનમાં સતત ઓતપ્રોત એવા ગુજરાતી ખેલાડીઓ રમતગમતમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આંગળીના વેઢે ગણાય તેટલી જ સિદ્ધિઓ મેળવી શક્યા હતા. રાજ્યમાં કોઈ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ન્હોતું જ, પરંતુ રમતગમતને કારકિર્દી તરીકે જોવામાં પણ ઉદાસીન વલણ સેવાતું હતું. આ સાથે જ ચોંકાવનારી હકીકત એ છે કે, ખેલ મહાકુંભની શરૂઆત થઈ તેના એક દાયકા પહેલા નેશનલ ગેમ્સમાં (વર્ષ 1999) ગુજરાતે માત્ર એક જ ગોલ્ડ મેળવીને સંતોષ માન્યો હતો. ત્યારબાદ વર્ષ 2001માં ફક્ત એક જ બ્રોન્ઝ મેડલ મેળવીને સંતોષ મેળવ્યો હતો. ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે પહેલીવાર વર્ષ 2007માં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ એમ કુલ 19 મેળવ્યા હતા. (national games in gujarat 2022)

ફિટ ઇન્ડિયાનું સુત્ર એક સમય એવો હતો કે જ્યારે રમતની દુનિયામાં ગુજરાતની ઓળખ માત્ર એક કે બે રમતોના ભરોસે જ ટકી રહી હતી. આનું પરિણામ એ આવ્યું કે ગુજરાતના ગૌરવ અને ઓળખ સાથે જોડાયેલી રમતોને ભૂલી જવામાં આવી. પરંતુ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત થકી તેને પાવર બુસ્ટર મળતા આજે રમતગમત ક્ષેત્રે ગુજરાતે અનેક આયામો સર કર્યા છે. ખેલમહાકુંભ દ્વારા ગુજરાત પ્રતિભાશાળી રમતવીરો તેમજ યુવાનોમાં ખેલદિલી અને રમતગમત ક્ષેત્રની મહત્વકાંક્ષાઓને સર કરવા માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ, જરૂરી તાલીમ તથા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતના શાળા-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી માંડીને દરેક વ્યક્તિ ખેલમહાકુંભમાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફીટ ઇન્ડિયા' ના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે.

ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ ખેલમહાકુંભની શરૂઆત પછી ગુજરાત રાજ્યની રમતગમત ક્ષેત્રે જાણે કાયા પલટ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના રમતવીરો ઓલિમ્પિક ગેમ્સ, પેરા ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તથા નેશનલ ગેમ્સમાં ધરખમ સિદ્ધિઓ મેળવી રહ્યા છે. તેમજ જો નેશનલ ગેમ્સની વાત કરીએ તો છેલ્લા બે દાયકામાં ગુજરાતના રમતવીરોએ કુલ બાવન (52) જેટલા ચંદ્રકો જીતીને કિર્તીમાન સ્થાપ્યા છે. વર્ષ 2011માં રાંચીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ કુલ 7 મેડલ મેળવ્યા તેમજ વર્ષ 20015માં કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 10 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ એમ કુલ 20 મેડલ મેળવીને ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવીને સમગ્ર ભારતમાં ૯માં ક્રમે આવ્યું હતું. માત્ર એક શોખ તરીકે જેની ગણના થતી હતી, તે રમતગમત ક્ષેત્રમાં હવે ગુજરાતીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કીર્તિમાન સ્થાપિત કરીને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે. sports infrastructure in gujarat

8000 રમતવીરોને અવસર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રમતગમત ક્ષેત્ર માટે બજેટમાં સતત વધારાના કારણે નેશનલ ગેમ્સનું આયોજન શક્ય બન્યું છે. વર્ષ 2022માં 2.5 કરોડની સરખામણીમાં આજે રમતગમત માટેનું આશરે 250 કરોડનું ભવ્ય બજેટ ફાળવવામાં આવ્યુ છે. હવે જ્યારે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત એકા અરેના થકી બનેલા ટ્રાંસ્ટેડીયા જેવા ગુજરાતના 6 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરના અત્યાધુનિક વિશાળ સ્ટેડિયમમાં દેશભરના અંદાજિત 8000 રમતવીરોને 36 રમતો રમવાનો અવસર પ્રાપ્ત થશે.

સૌથી વધુ ચંદ્રકો જીતીને નવી ક્ષિતિજો રમતગમત ક્ષેત્રે પારદર્શક, અસરકારક, સમાવેશી તેમજ દરેકને સમાન તકો મળે તેમ પ્રોત્સાહક સ્પોર્ટ્સ ઇકો સીસ્ટમ સ્થાપવા પર ગુજરાત રાજ્યની રમત ગમત નીતિ ભાર આપી રહી છે. જેના દ્વારા એકંદરે રાજ્યના માનવ પ્રદર્શન સૂચકઆંકને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. વિકાસ અને શાંતિ માટે રમતગમત એવા ટકાઉ વિકાસના લક્ષ્યાંક (2030) દ્વારા વૈશ્વિક ધ્યેયને સિદ્ધ કરવામાં રાજ્ય પણ પોતાનું અનોખું યોગદાન આપવામાં સફળતા મેળવશે. દેશનો સૌથી પ્રતિષ્ઠિત અને વૈવિધ્યસભર રમતોત્સવ આપણા ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહ્યો છે, ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સના શ્રેષ્ઠ યજમાન બનવાની સાથે સૌથી વધુ ચંદ્રકો જીતીને વિક્રમની નવી ક્ષિતિજોના સર્જનમાં થોડી પણ ઢીલ નહીં રાખે. 36th national games in gujarat 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.