લુસાને: સોમવારે ભારતીય પુરૂષ ટીમના મિડફિલ્ડર વિવેક સાગર પ્રસાદની 2019ના સ્ટાર ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. વિવેકે અર્જેન્ટીનાના મેઈકો કાસેલાને માત આપી છે. આ પુરસ્કારની દોડમાં ઑસ્ટ્રેલિયાના બ્લેક ગોવર્સ ત્રીજા સ્થાને રહ્યા હતાં. વિવેકને તમામ રાષ્ટ્રીય સંઘોના 50 ટકા મત, મીડિયાના 23 ટકા મત અને ચાહકો/ખેલાડીઓના 15.1 ટકા મત સાથે 34.5 ટકા મત મળ્યા છે.
-
Here is our winner for the 2019 FIH Rising Star of the Year (Men) #HockeyStarsAwards pic.twitter.com/adpFIbIYfx
— International Hockey Federation (@FIH_Hockey) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here is our winner for the 2019 FIH Rising Star of the Year (Men) #HockeyStarsAwards pic.twitter.com/adpFIbIYfx
— International Hockey Federation (@FIH_Hockey) February 10, 2020Here is our winner for the 2019 FIH Rising Star of the Year (Men) #HockeyStarsAwards pic.twitter.com/adpFIbIYfx
— International Hockey Federation (@FIH_Hockey) February 10, 2020
કાસેલાને કુલ 22 ટકા જ્યારે ગોવર્સને કુલ 20.9 ટકા મત મળ્યા છે. વિવેક જ્યારે માત્ર 17 વર્ષના હતા, ત્યારે જાન્યુઆરી 2018માં 4 દેશોના આમંત્રણ ટૂર્નામેન્ટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરનારા બીજી સૌથી યુવા ખેલાડી બન્યા હતા. ત્યારથી તેમણે 50થી વધુ મેચમાં સીનિયર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
વિવેક તે ભારતીય ટીમનો ભાગ પણ બન્યા હતા, જેમણે 2019માં શૂટ આઉટ દ્વારા દક્ષિણ કોરિયા વિરૂદ્ધ હારવા છતાં સુલ્તાન અજલન શાહ કપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તે 2019માં FIH સીરીઝ ફાઈનલ અને FIH ઑલિમ્પિક ક્વૉલીફાયર્સમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા. વિવેકે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, આ મારા માટે મોટી ક્ષણ છે અને હું એ તમામ લોકોનો આભાર માનું છું, જેમણે મારા માટે મતદાન કર્યું છે. ભારતીય ટીમ માટે વધુ સખત મહેનત કરવા માટે આ એક મોટી પ્રેરણા છે. હૉકી ઈન્ડિયાએ પણ આ પુરસ્કાર જીતવા માટે વિવેકને શુભેચ્છા પાઠવી છે. હૉકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્તાક અહમદે કહ્યું કે, FIHના વર્ષના સ્ટાર ખેલાડી તરીકેના પ્રતિષ્ઠા પુરસ્કાર જીતવા માટે હું વિવેકને શુભેચ્છા પાઠવું છું. તેમણે ઘણી સારી રીતે સીનિયર ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું અને મીડફિલ્ડમાં ઍક્ટિવ રહી આશા મુજબ કાર્ય કર્યું છે.