ETV Bharat / sports

હોકી ઓલિમ્પિકનું શિડ્યુલ જાહેર, પુરૂષ હોકી ટીમનો પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે

ભારતીય પુરુષ હોકી ટીમને ન્યૂઝીલેન્ડથી પહેલા મુકાબલા પછી 25 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાથી, 27 જુલાઇના રોજ સ્પેન, 29 જુલાઈએ ગત ચેમ્પિયન આર્જેન્ટિના અને 30 જુલાઈએ જાપાન સાથે મેચ રમશે.

etv bharat
હોકી ઓલિમ્પિકનું શિડ્યુલ જાહેર, પુરૂષ હોકી ટીમનો પહેલો મુકાબલો ન્યુઝીલૈંડ સામે
author img

By

Published : Jul 18, 2020, 7:33 PM IST

લુસાને: ચાર દાયકાથી મેડલની રાહ જોતી ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં તેના અભિયાનની શરૂઆત 24 જુલાઇએ ન્યૂઝીલેન્ડની વિરુધ્ધ કરશે. 8 વખતની ચેમ્પિયન ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, સ્પેન, ન્યુઝીલેન્ડ અને યજમાન જાપાન સાથે ગ્રુપ-એમાં મૂકવામાં આવી છે, જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ વર્ષે 2020માં ટોક્યો ઓલિમ્પિક્સ યોજવાનું હતું, પરંતુ કોરોના વાઇરસના મહામારીને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.

ભારતીય પુરુષ હોકી ટીમે 1980માં મોસ્કોમાં આઠમું અને છેલ્લું ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યું હતું. મહિલા વર્ગમાં ભારતને નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સાથે પૂલ-એમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂલ બીમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, સ્પેન, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. 24 જુલાઇએ મહિલાઓની ટીમ નેધરલેન્ડ સામે રમ્યા બાદ જર્મની (26 જુલાઈ), બ્રિટન (28 જુલાઈ), આર્જેન્ટિના (29 જુલાઈ) અને જાપાન (30 જુલાઈ) થી રમશે.

પહેલી હોકી ઇવેન્ટ 25 જુલાઈથી 7 ઓગસ્ટ 2020 સુધી યોજાવાની હતી. શુક્રવારે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા સુધારેલા શેડ્યૂલની સાથે મેચના ક્રમમાં અને સ્થળમાં ફેરફારની જાહેરાત કરી છે.

આવતા વર્ષે ઓલિમ્પિકમાં પુરુષ હોકીની પહેલી મેચ જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે, જ્યારે મહિલા વર્ગની પ્રથમ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વની નંબર -1 ટીમ નેધરલેન્ડ ભારતનો મુકાબલો થશે. બંને પૂલની ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલ રમશે. ક્વાર્ટર ફાઇનલ્સ, સેમિફાઇનલ અને પુરૂષ વિભાગની ફાઇનલ્સ 1, 3 અને 5 ઓગસ્ટના રોજ યોજાશે, જ્યારે મહિલા વિભાગમાં આ મેચ 2, 4 અને 6 ઓગસ્ટના રોજ રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.