- હરિદ્વારામાં હોકી સ્ટેડિયમનું નામ બદલવાની માગ
- વંદના કટારીયાના નામે રાખવામાં આવે સ્ટેડિયમનું નામ
- કેબિનેટ પ્રધાન સ્વામી યતીશ્વરાંનદ દ્વારા કરવામાં આવી માગ
હરિદ્વાર : ટોક્યો ઓલંપિક 2020માં હૈટ્રિક લગાવીને ઈતિહાસ રચવાવાળી ઉત્તરાખંડની દિકરી વંદના કટારીયાને રાજ્ય સરકાર તીલૂ રોતૈલી પૂરસ્કાર અને 25 લાખ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવી છે. હવે યુવા ખેલાડીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે સરકાર એક મોટુ પગલુ ભરવાની તૈયારીમાં છે. સરકાર જલ્દી જ હરિદ્વારના રોશનબાદ સ્થિત હોકી સ્ટેડિયમનું નામ બદલીને હોકી સ્ટાર વંદના કટારીયા નામ પર રાખી શકે છે. કેબિનેટ પ્રધાન સ્વામી યતીશ્વરાંનદે 13 ઓગસ્ટે મુખ્યપ્રધાન પુષ્ટપક સિંહ ધામીને પત્ર લખ્યો છે. તેમણે રોશનબાદ સ્થિત હોકી સ્ટેડિયમનું નામ બદલીને હોકી સ્ટાર વંદના કટારીયા રાખવાની માગ કરી છે.
આ પણ વાંચો : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ જાહેર
સ્ટેડિયમનુ નામ બદલવાની માગ
પત્રમાં તેમણે લખ્યું છે કે વંદના કટારીયાએ ટોક્યો ઓલપિંકમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. આ યુવાઓ માટે આદર્શ છે. આ જોતા હોકી સ્ટેડિયમનું નામ બદલીને વંદના કટારીયા હોકી સ્ટેડીયમ કરવું જોઈએ. આ પહેલા મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ વંદના કટારીયાના ઘરે પહોંચીને તેને તીલૂ રૌચલી પુરસ્કારથી સન્માનિત કરી હતી અને ઓલ્પિંકમાં સારા પ્રદર્શન માટે 25 લાખનો ચેક પણ આપ્યો હતો.
આ પણ વાંચો : ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત
વંદનાએ હરિદ્વારના સ્ટેડિયમમાં પોતાના કરીયરની શરૂઆત કરી હતી. સૌથી પહેલા હરિદ્વાર પહોંચવા પર આ જ સ્ટેડિયમમાં તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ સ્ટેડિયમનુ નામ વંદના પર રાખવાની માગ કેબીનેટ પ્રધાન સ્વામી યતીશ્વરાનંદે કરી છે