હૈદરાબાદ: ભારતીય હોકીની ટીમના ઘનરાજ પિલ્લેનો જન્મ મહારાષ્ટ્રના પુનામાં આવેલા ખડકી નામના જિલ્લામાં થયો હતો.
ભારત માટે 339 મેચ રમનારા આ ખેલાડીનો જન્મ 1968માં થયો હતો. તેમણે 19889માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 15 વર્ષ સુધી હોકી ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
પિલ્લે એક શાનદાર ખેલાડી હતો. તેમનામાં સ્ફૂર્તિ કુટી-કુટીને ભરી હતી. તેમણે ભારત તરફથી રમવામાં આવેલી 339 મેચમાં તેમણે 170 ગોલ કર્યા હતા. ધનરાજ ભારતીય હોકી ટીમનો ધ્વજ ધારણ કરનાર છે.
એક ગરીબ પરિવારમાં જન્મ લેનાર ઘનરાજ પિલ્લે 5 ભાઇઓ હતા. તેમના પરિવારની પરિસ્થીતી ખાસ સારી ન હોતી. પરંતુ તે સમસ્યા તેમને હોકીથી દુર ન રાખી શકી. તેમમે લાકડાની ડંડીની એક હોકી સ્ટીક બનાવીને હોકી રમવાનુ સ્ટાટ કર્યુ હતું.
આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને 1989માં ડેબ્યૂ પણ કર્યુ હતું. તેમના પછી વર્ષ 2000માં ધનરાજને તેમના યોગદાનથી ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા હતા.
તેમણે 4 ઓલિમ્પિક 1992-1996-2000 અને 2004 ચાર વલ્ડ કપ 1990-1995-2000, ચાર ચેમ્પિયન્સ ટ્રોફી 1995-1996-2002 અને 2003 અને ચાર એશિયન ગેમ્સ 1990-1994-1998 અને 2002માં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતું. આવુ કરનાર એક માત્ર ખેલાડી છે. ધનરાજ.
1998માં એશિયન ગેમ્સ એને 2003ના એશિયા કપના વિજેતા હોકી ટીમની કમાન પણ ધનરાજને સોપવામાં આવી હતી. 2002માં જ્યારે જર્મની ચેમ્પિયન્સ ટ્રોફી રમી ત્યારે તે ધનરાજ પ્લેયર ઓફ ધ ટૂનામેન્ટ હતા..
ધનરાજે પિલ્લેએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનુ પ્રતિનીધિત્વ કરવાની સાથે- સાથે ઇન્ડિયન જિમખાના, સેલનગોર એચઇ, વોરિયર્સ, કર્ણાટક લાયસ અને ઇન્ડિયા એરલાઇન્સનુ પ્રતિનિધિત્વ પણ કર્યુ હતુ…