ચંદીગઢઃ હરિયાણાથી એવા-એવા સૂરમા પેદા થયા છે, જેમણે દેશમાં જ નહીં પરંતુ પુરી દુનિયામાં પોતાના હુનરની છાપ છોડી છે. જ્યારે પણ આપણે રમતોની વાત કરીએ ત્યારે હરિયાણવી ખેલાડીઓની ચર્ચા જરૂરથી થાય છે. કંઇક એવા જ છે હૉકીના હીરો સરદાર સિંહ. તેમને સરદારા સિંહના નામથી પણ ઓળખવામાં આવે છે. મેજર ધ્યાનચંદની વિરાસતને આગળ લઇ જનારા ખેલાડીઓમાં ધનરાજ પિલ્લેથી લઇને સરદાર સિંહ જેવા નામ સામેલ છે, પરંતુ ભારતીય ટીમના સૌથી યુવા કૅપ્ટન સરદારસિંહે દેશને હૉકીના શાનદાર ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું.
સરદારના પરિવારનો ભાગ હતો હૉકી
ભારતીય હૉકી ટીમના પૂર્વ કૅપ્ટન સરદાર સિંહનો જન્મ 15 જૂલાઇ, 1986માં હરિયાણાના રાનિયામાં થયો હતો. હૉકી સરદારના પરિવારનો હંમેશાથી ભાગ રહ્યો છે. મોટા ભાઇ દીદાર સિંહ પણ ભારત માટે રમી ચૂક્યા છે. સરદાર સિંહ પોતાના મોટા ભાઇ પાસેથી હૉકી રમવાનું શીખ્યા હતા. તેઓ માને છે કે, આજે તે જે પણ છે તે પોતાના મોટા ભાઇને કારણે છે. તેમના ગામમાં હૉકીનો જબરો ક્રેઝ છે. દરરોજ લગભગ 150 યુવા ખેલાડીઓ ત્યાં રમે છે. અમારા ગામે બે ઓલ્મ્પિયન આપ્યા છે.
વર્ષ 2008માં તેમણે સુલ્તાન અલજાન શાહ હૉકી ટૂર્નામેન્ટ માટે ભારતીય હૉકી ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓ માત્ર 22 વર્ષના હતા. સરદાર સિંહ વર્ષ 2008માં રાષ્ટ્રીય ટીમના કૅપ્ટન બનવું તે પોતાના કરિયરનો સૌથી શ્રેષ્ઠ સમય માને છે. સરદાર સિંહ ઓલ્મ્પિકમાં બેવાર ભારતીય ટીમમાં રહ્યાં છે.
સરદાર સિંહના કરિયરની ઉપલબ્ધિઓ
સરદાર સિંહે ભારત માટે સીનિયર ટીમમાં એન્ટ્રી પાકિસ્તાન સામે 2006માં મારી હતી. જે બાદ તે ટીમની મધ્યમાં મહત્વની ભૂમિકા બન્યા હતા. 32 વર્ષીય આ ખેલાડીએ દેશ માટે 350 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 2008થી લઇને 2016 સુધી રાષ્ટ્રીય ટીમના કૅપ્ટન પણ રહ્યાં હતાં.
વર્ષ 2018માં લીધો સન્યાસ
વર્ષ 2018માં ભારતના પૂર્વ હૉકી કૅપ્ટન સરદાર સિંહે ઇન્ટરનેશનલ હૉકીને અલવિદા કહ્યું હતું. લાંબા સમય સુધી ભારતીય હૉકી ટીમમાં મુખ્ય ખેલાડી રહેલા સરદાર સિંહે છેલ્લા ઘણા સમયથી લયમાં હતા નહીં. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા સરદાર સિંહે કહ્યું હતું કે, મેં સન્યાસ લેવાનું નક્કી કર્યું છે. મારા કરિયરમાં હું લાંબા સમય સુધી હૉકી રમતો રહ્યો. લગભગ 12 વર્ષ સુધી હું હૉકી રમ્યો. હવે સમય આવી ગયો છે કે, નવી પેઢીને આ અવસર આપવામાં આવે.
પ્રેમમાં મળ્યું દર્દ, પરંતુ હાર્યા નહીં સરદાર
આ દિગ્ગજની પ્રેમ કહાનીએ સરદારને નામ પરથી ક્યારેય ન દૂર થનારો ધબ્બો આપ્યો છે અને એવું દર્દ આપ્યું જેનાથી તે કદાચ આજે પણ બહાર આવી શક્યા નથી. સરદાર સિંહની આ કહાની કોઇ ફિલ્મથી ઓછી નથી. સરદાર સિંહને ફેસબુક પર એક છોકરી સાથે પ્રેમ થયો હતો. તે છોકરી લંડનમાં હતી, પરંતુ સિરસાની રહેવાસી હતી. સરદાર સિંહે પહેલી મુલાકાત માટે પણ હૉકી ગ્રાઉન્ડને પસંદ કર્યું હતું. જો કે, તે દિવસે તેની મુલાકાત થઇ નહીં, પરંતુ બંને વચ્ચે ઇ-મેલ અને ફોન દ્વારા લાંબી વાતો થતી હતી. મહિના બાદ સરદાર સિંહે લંડન જઇને તે છોકરી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેના પરિવારની પરવાનગીથી તેમની સગાઇ થઇ હતી.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને ત્યારે જ વર્ષ 2016માં અચાનક સમાચાર આવ્યા કે, ભારતીય હૉકી ટીમના કૅપ્ટન સરદાર સિંહ પર બ્રિટનની કોઇ મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. તે એ જ છોકરી હતી, જેને સરદાર પ્રેમ કરતા હતા. જો કે, આ દરમિયાન સરદાર સિંહે તે છોકરીના આ બધા જ આરોપોને જૂઠા ગણાવતા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ બંનેનો સંબંધ હંમેશા માટે તૂટી ગયો હતો. સરદાર સિંહે તે બાદ રમત પર ધ્યાન આપવા લાગ્યા અને 2016 ઓલ્મ્પિકમાં દેશની કમાન પણ સંભાળી હતી.
ફિટનેસ મામલે કોહલીને આપે છે ટક્કર
સરદાર સિંહનું નામ તે ભારતીય ખેલાડીઓમાં શ્રેષ્ઠ છે, જે ખૂબ જ ફીટ છે. વર્ષ 2018માં સરદાર સિંહે યો-યો ટેસ્ટમાં ભારતીય ક્રિકેટરોમાં વધુ સ્કોર કરતા બધાને ચોંકવ્યા હતા. યો-યો ટેસ્ટમાં સરદારે 21.4 અંક મેળવ્યા હતા. આ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી ઓછા યો-યો સ્કોર મેળવનારા ક્રિકેટર મનીષ પાંડે હતા. પાંડેએ 17.4 સ્કોર મેળવ્યા હતા. જ્યારે કોહલી સહિત અન્ય ભારતીય ક્રિકેટરો તેનાથી પાછળ હતા.
સરદાર સિંહે આજે પોતાના જીવનની નવી પારી શરૂ કરી છે. રિટાયરમેન્ટ બાદ સેલેક્ટર તરીકે તે હૉકી ઇન્ડિયા સાથે જોડાયેલા છે. જો કે, પોતાના અંગત જીવનમાં તે અત્યારે પણ પ્રેમ અને સાથીની શોધ કરી રહ્યા છે.