- ભારતે ઑલિમ્પિક ચેમ્પિયન અર્જેન્ટિનાને 3-0થી હરાવ્યું
- જીત બાદ ભારતને 8 મેચમાં 15 પોઇન્ટ મળ્યા હતા
- અર્જેન્ટિના 12 મેચમાંથી 11 પોઇન્ટ સાથે ટેબલમાં 6ઠ્ઠા સ્થાને
બ્યૂનસ આયર્સ: ભારતીય પુરુષ હોકી ટીમે 2જી મેચમાં ઑલિમ્પિક ચેમ્પિયન અર્જેન્ટિનાને 3-0થી હરાવી FIH પ્રો લીગ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ભારત તરફથી હરમનપ્રીતસિંહ (11મી મિનિટ), લલિત ઉપાધ્યાયે (25મી) અને મનદીપ સિંહ (58મી) ગોલ કર્યા હતા. અગાઉ ભારતે પ્રથમ મેચમાં શૂટઆઉટમાં અર્જેન્ટિનાને હરાવીને બોનસ પોઇન્ટ મેળવ્યો હતો. આ જીત બાદ ભારતને 8 મેચમાં 15 પોઇન્ટ મળ્યા છે. આથી, FIH પ્રો લીગ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે, ઑસ્ટ્રેલિયા આનાથી એક પોઇન્ટ પાછળ છે.
આ પણ વાંચો: ભારત ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 4-3થી હરાવ્યું
હરમનપ્રીતની 11મી મિનિટે પેનલ્ટી
ભારત, ઑસ્ટ્રેલિયા અને અર્જેન્ટિના ટોક્યો ઑલિમ્પિક્સમાં પૂલ એમાં છે. જેમાં, સ્પેન, ન્યુઝીલેન્ડ અને જાપાનનો પણ સમાવેશ છે. અર્જેન્ટિના 12 મેચમાંથી 11 પોઇન્ટ સાથે પ્રો લીગ ટેબલમાં 6ઠ્ઠા સ્થાને છે. અર્જેન્ટિનાએ ખૂબ આક્રમક શરૂઆત કરી પણ કૃષ્ણ બહાદુર પાઠકે માર્ટિન ફેરેરોના 2 ગોલ બચાવી લીધા હતા. હરમનપ્રીતે 11મી મિનિટમાં પેનલ્ટી કોર્નર ફટકારીને ભારતને ઉર્જા આપી હતી. જ્યારે, બીજા ક્વાર્ટરમાં લલિતે લીડ બમણી કરી. અંતિમ વ્હિસલ વાગતા 2 મિનિટ પહેલા મનદીપે ત્રીજો ગોલ કર્યો હતો.
આ પણ વાંચો: હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટને લાગ્યું કોરોનાનું ગ્રહણ