લુસાને: આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે (FIH) વર્ષ 2022-23 મહિલા અને પુરુષ વર્લ્ડકપ માટે નવી ક્વોલિફિકેશન પ્રકિયા જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (FIH) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી પ્રક્રિયા અનુસાર હવે બે વિશ્વ કપમાંથી પ્રત્યેક 16 ક્વોટા સ્થાનને બદલે પાંચ ખંડોની ચેમ્પિયનશીપ્સ માંથી (વિશ્વ કપ યજમાન સહિત) કુલ 11ને ફાળવવામાં આવશે. આ સિવાય બાકીના પાંચ સ્થાન માર્ચ, 2022માં સુનિશ્ચિત થયેલા FIH લાયકાત ઇવેન્ટ્સ બાદ જાહેર કરવામાં આવશે.

મહાદ્વીપ કોટાથી યુરોપને સૌથી વધુ ફાયદો થશે. કારણ કે, 2 વિશ્વ કપમાંથી 4 સ્થાન તેને ફાળે આવી શકે છે. નેધરલેન્ડ અને સ્પેન મહિલા ટૂર્નામેન્ટની યજમાની કરશે. માટે તે બંન્ને ટીમનું સ્થાન પણ નક્કી છે. એશિયાને મહિલા વર્લ્ડ કપમાં 2 સ્થાન મળ્યા છે અને પુરુષ વર્લ્ડ કપ માટે 3 સ્થાન મળ્યા છે. કારણ કે, એક વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. જ્યારે મહિલા અને પુરુષ બંન્ને વર્લ્ડકપમાં આફ્રીકાને 1-1 સ્થાન મળ્યું છે. યજમાની સિવાય અન્ય મહાદ્વીપ કોટા 2011ની કોન્ટીનેન્ટલ ચેમ્પિયનશીપની રેકિંગ ઉપર નિર્ભર કરશે.
