બેંગલુરુ: ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતાનું માનવું છે કે, લોકડાઉને મને સંયમ સાથે નાની ક્ષણો જીવી ખુશી શોધવાનું મહત્વ સમજાવ્યું છે. સવિતાએ કહ્યું કે, "હું હંમેશાં શાંત છું, પરંતુ મારું માનવું છે કે આપણે લોકડાઉન દરમિયાન પસાર કરેલો સમય મારા સંયમને એક નવા સ્તરે લઈ ગયો છે. અહીં બેંગ્લુરુમાં સાંઇ સેન્ટરમાં આપણે બધા ખૂબ જ મજામા છીએ અને મને લાગે છે કે, લોકડાઉને એક બીજા સાથે સંપર્કમાં રહેવાની તક આપી છે."

છેલ્લા 12 વર્ષથી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી રહી ચૂકેલી સવિતાએ જણાવ્યું હતું કે, મારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું બાકી છે. શરૂઆતમાં મને રમત પ્રત્યે અન્ય લોકો કરતા ઓછો આત્મવિશ્વાસ અને જુસ્સો હતો. જોકે, સમય જતાં મારો રમત પ્રત્યેનો પ્રેમ વધતો ગયો અને હું માનું છું કે મારું શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું બાકી છે. ” વર્ષ 2016ના ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ બનેલી સવિતાએ કહ્યું હતું કે, રિયો ઓલિમ્પિકના અનુભવથી મને મારૂ અંગત પ્રદર્શનમાં સુધારવામાં મદદ મરશે.
સવિતાએ કહ્યું કે, હું ટોક્યો ઓલિમ્પિકમાં મારી ટીમ માટે શ્રેષ્ઠ આપવા માંગુ છું. જેથી આપણે રિયો ઓલિમ્પિક્સની નિષ્ફળતાને ભૂલી શકીએ. રિયોમાં અમે સંપૂર્ણપણે નવા હતા અને અમે ભૂલો પણ કરી હતી, પરંતુ 2021માં ટોક્યો ઇતિહાસ રચવાની તક આપે છે.