મેડ્રિડ : સ્પેનિશ લીગ લા લીગાએ પ્રેક્ષકોને ઘર બેઠા ફુટબોલ સ્ટેડિયમ જેવો અનુભવ કરવાની વાત કહી છે. લા લીગાએ કહ્યું કે, 2019-20 સીઝનના બચેલા 11 મેચના દિવસે પ્રેક્ષકોને ઘરે બેઠા-બેઠા વર્ચ્યુઅલ સ્ટેડિયમમાં દેખાડવામાં આવશે અને પ્રેક્ષકોનો અવાજ પણ સંભળાશે.
કોવિડ-19 મહામારીના કારણે માર્ચથી જ સ્થગિત પડેલી લા લીગા 11 જૂનથી ફરી શરૂ થઇ રહી છે. જેની તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. જેમાં પ્રથમ મેચ સેવિલાની મેચ રિયલ બેતિસ સામે થશે.