બુએનોસ એરિસ: વિશ્વભરમાં કોરોના વાઇરસના વ્યાપના ભયને ધ્યાનમાં રાખીને આ વર્ષની કોપા અમેરિકા ચેમ્પિયનશિપને 2021 સુધી પાછી ઠેલવામાં આવી છે, તેમ સાઉથ અમેરિકન ફૂટબોલ કોનફેડરેશન (CONMEBOL)એ મંગળવારે જણાવ્યું હતું.
"કોરોના વાઇરસ (કોવિડ-19)ના વૈશ્વિક અને પ્રાદેશિક વ્યાપ અંગેની પરિસ્થિતિનું વિગતવાર વિશ્લેષણ કર્યા બાદ, તથા આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા અત્યંત તકેદારી રાખવા માટેની જાહેર આરોગ્યને લગતી ભલામણો પર ધ્યાન આપ્યા બાદ, CONMEBOL દ્વારા CONMEBOL કોપા અમેરિકા ચેમ્પિયનશિપની 47મી આવૃત્તિની તારીખ પાછી ઠેલીને 11મી જૂનથી 11મી જુલાઇ, 2021 રાખવામાં આવી છે,” તેમ CONMEBOLની સત્તાવાર વેબસાઇટ પરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
"કન્ફેડરેશનના પ્રમુખ એલેઝાન્ડ્રો ડોમિન્ગ્યુએઝ સહિત વિવિધ સભ્ય સંગઠનોના 10 પ્રમુખોએ વિચારણા કરી હતી કે, આ સ્તરની ઇવેન્ટ તેના આયોજન પાછળ તમામ ધ્યાન અને પ્રયાસો માગી લે છે, અત્યારે રાષ્ટ્રીય ટીમો, પ્રશંસકો, માધ્યમો અને આયોજક શહેરોની સલામતીનું રક્ષણ એ મુખ્ય પ્રાથમિકતા છે,"
અગાઉ, 12 ટીમની ટુર્નામેન્ટ 12મી જૂનથી 12મી જુલાઇ દરમિયાન કોલમ્બિયા ખાતે યોજવાનું આયોજન હતું. તેની બરાબર પહેલાં યુરોઝની 16મી આવૃત્તિ યોજાવાની હતી, જે પણ કોરોના વાઇરસની મહામારીને કારણે સર્જાયેલી કટોકટીને પગલે પાછી ઠેલીને 2021માં યોજવામાં આવશે. નોર્વેના ફૂટબોલ એસોસિએશને સોમવારે ટ્વીટ કરી હતી કે, UEFAએ યૂરોઝ આગામી વર્ષે 11મી જૂનના રોજ યોજવાનો નિર્ણય લીધો છે.