બાર્સિલોના: સ્પેનની ફુટબોલ ક્લબ બાર્સેલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પોતાની ટીમ સાથે કેમ્પા નાઓ પર પ્રેકિટીશ નેચમાં પરત ફર્યા છે. જ્યારે ટીમના વધુ એક સ્ટાર ખેલાડી સુઆરેજ પણ પોતાની ઘુટણની સર્જરીથી સ્વસ્થ થઇ મેદાનમાં પરત ફર્યો છે.
મેસ્સીને પગમાં ઇજાના કારણે કેટલાક સમય સુધી ઇન્ડોરમાં પ્રેક્ટીસ કરવી પડી હતી. આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે મોટી ઇજા છે, પરંતુ બાર્સેલોનાએ તે વાતને નકારી હતી.
એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ' બાર્સેલોનાના કેપ્ટન મેસ્સીને નાની ઇજા હતી અને તે એકલા પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે કોરોના વાઇરસના પગલે સ્પેનિશ લીગ માર્ચથી બંધ છે અને તે પરત ફરવા માટે તૈયાર છે. આ તકે બાર્સેલોના પોતાનો પ્રથમ મેચ રમવા 13 જૂન માલોર્કો ખાતે જશે. આ તકે ગુરૂવારે ટીમએ આરામ કર્યો હતો.