ETV Bharat / sports

મેસ્સી અને બાર્સિલોના વચ્ચેનો કરાર 2021માં સમાપ્ત થશે - ફૂટબોલ ચેમ્પિયન મેસ્સી

મેસ્સી અને બાર્સિલોના વચ્ચેના કરાર પર 2017 માં હસ્તાક્ષર થયા હતા. જે હવે 2021માં સમાપ્ત થઈ રહ્યો છે.

eta bharat
મેસ્સી અને બાર્સિલોના વચ્ચેનો કરાર 2021માં સમાપ્ત થશે
author img

By

Published : Jul 3, 2020, 4:04 PM IST

બાર્સિલોના: એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લિયોનલ મેસ્સી અને તેના પિતા જ્યોર્જે ક્લબ સાથેના કરારને રિન્યૂ ન કરવા અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. આ કરાર પર 2017 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે હવે 2021માં સમાપ્ત થઈ રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેસ્સી મીડિયામાં લિક થયેલા સમાચારોથી ગુસ્સે થયા હતા.જેમાં ક્લબમાં થતી તમામ પ્રવૃત્તિઓ માટે મેસ્સીને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ એપિસોડમાં બાર્સિલોના કોચને બર્ખાસ્તગી માટે મેસ્સીને જવાબદાર માનવા વાળા સમાચાર પણ એક કારણ બતાવવામાં આવી રહ્યુ છે.

જોકે, આ મુદ્દા પર ક્લબ દ્વારા કોઈ ટિપ્પણી આપવામાં આવી નથી. ગયા મહિને 33 વર્ષના થઇ ગયેલા મેસ્સીએ મંગળવારે એટલેટીકો મેડ્રિડના ખિલાફ પોતાના કરિયરનો 700મો ગોલ કર્યો હતો. તેના જેન્ટલમેન સ્વભાવને કારણે જાણીતા મેસ્સીએ ગયા વર્ષથી ક્લબ વિશે ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું છે.

જાન્યુઆરીમાં તેણે બાર્સિલોના સ્પોર્ટ્સ ડિરેક્ટર એરિક એબીડલ પર નિશાન સાધ્યુ હતું જ્યારે ડિરેક્ટરએ કહ્યું કે કેટલાક ખેલાડીઓની ઇચ્છાના કારણે કોચ અર્નેસ્ટોને બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.