ETV Bharat / sports

હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે

હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલ અંડર -13 વર્ગની ટ્રાયલ 8મી એપ્રિલે, અંડર -15 વર્ગની ટ્રાયલ 9 એપ્રિલે અને અંડર -18 વર્ગની ટ્રાયલ 10 એપ્રિલે યોજાશે. પસંદ કરેલા ખેલાડીઓનો અંતિમ રાઉન્ડ 11 એપ્રિલના રોજ યોજવામાં આવશે.

હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે
હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે
author img

By

Published : Mar 30, 2021, 10:32 AM IST

  • 8થી 11 એપ્રિલ સુધીલ ઑપન ટ્રાયલનું આયોજન કરવામાં આવશે
  • વર્તમાન ટ્રાયલ્સ 3 જુદા જુદા વય જૂથોમાં યોજવામાં આવશે
  • ટ્રાયલો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે હાથ ધરવામાં આવશે

હૈદરાબાદ: ઈન્ડિયન સુપર લીગ (ISL)ની ટીમ સ્થાનિક ખેલાડીઓ માટે હૈદરાબાદ FC યુવા ટીમોમાં જોડાવા માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે. આ યુવા ટીમો AIFF યુથ લીગની આગામી 2021-22 સીઝનમાં ભાગ લેશે. આ માટે, 8થી 11 એપ્રિલ સુધીલ ઑપન ટ્રાયલનું આયોજન કરવામાં આવશે. શહેરના પ્રતિભાશાળી ખેલાડીઓનો વિકાસ કરવા માટે વર્તમાન ટ્રાયલ્સ 3 જુદા જુદા વય જૂથોમાં યોજવામાં આવશે. જેમાં, ફક્ત હૈદરાબાદના રહેવાસી જ શામેલ થઈ શકે છે.

આ પણ વાંચો: દેશની પ્રથમ ફૂટસાલ રમત ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ

ખેલાડીઓનો અંતિમ રાઉન્ડ 11 એપ્રિલે

અંડર -13 વર્ગની ટ્રાયલ 8મી એપ્રિલે, અંડર -15 વર્ગની ટ્રાયલ 9 એપ્રિલે અને અંડર -18 વર્ગની ટ્રાયલ 10 એપ્રિલે યોજવામાં આવશે. પસંદ કરેલા ખેલાડીઓનો અંતિમ રાઉન્ડ 11 એપ્રિલના રોજ યોજાશે.

આ પણ વાંચો: ISL: ફાઇનલની માટે ATKMB અને નૉર્થઇસ્ટ યુનાઇટેડની જીત પર નજર

ટ્રાયલો કોરોનાની ગાઈડલાઈન્સની તકેદારી

રસ ધરાવતા ખેલાડીઓએ તેમના સંબંધિત વય જૂથ પ્રમાણે નક્કી કરેલી તારીખે સવારે 7 વાગ્યે MB સ્પોર્ટસ એરેનાને રિપોર્ટ કરવો પડશે. આ ટ્રાયલો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે હાથ ધરવામાં આવશે અને સ્થળ પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. બધા ખેલાડીઓએ તેમની ફૂટબોલ કીટ સાથે આવવું પડશે. ટ્રાયલ માટે આવતા ખેલાડીઓએ જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ પણ લાવવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.