- વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું
- 2022નું વર્ષ ભારતના ફૂટબોલ અને મહિલા રમતો માટે મોટું વર્ષ
- ભારતીય ફૂટબોલની પ્રગતિમાં રોમાનું ઘણું યોગદાન
નવી દિલ્હી: રોમા ખન્નાએ વ્યક્તિગત કારણોને આપીને શનિવારે ભારતમાં યોજાનારા FIFA (ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફુટબોલ) અન્ડર-17 મહિલા વર્લ્ડ કપ અને AFC મહિલા એશિયા કપના ટુર્નામેન્ટ ડિરેક્ટર તરીકેના પદથી રાજીનામું આપ્યું છે.
રોમાની સ્થાનિક આયોજન સમિતિના ટૂર્નામેન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરાઈ હતી
રોમાએ 2019માં અંડર -17 વર્લ્ડ કપ માટેની હરાજીની પ્રક્રિયાની આગેવાની લીધી હતી અને પછીથી તેઓની સ્થાનિક આયોજન સમિતિના ટૂર્નામેન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓએ આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા AFC મહિલા એશિયન કપ માટે હરાજી કરવાની પ્રક્રિયામાં પણ સફળ આગેવાની કરી હતી. રોમાએ શનિવારના રોજ તેના નિવેદનમાં કહ્યું કે, હું AIFF (અખિલ ભારતીય ફૂટબોલ સંઘ) અને FIFA (આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા)નો મારા પર ભરોસો કરવા બદલ આભાર વ્યક્ત કરૂ છું.
આ પણ વાંચો: FIFAએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું
2022નું વર્ષ ભારતના ફૂટબોલ અને મહિલા રમતો માટે મોટું વર્ષ
તેમણે કહ્યું, "ભારતમાં ટુર્નામેન્ટનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. મને સ્થાનિક આયોજક સમિતિએ કરેલા કામ પર ગર્વ છે અને હું ટીમની આભારી છું જે ભારતમાં મહિલા ફૂટબોલના મહત્વને વધારવા તરફ સમાન વલણ ધરાવે છે" તેણે કહ્યું, "2022એ ભારતના ફૂટબોલ અને મહિલા રમતો માટે મોટું વર્ષ રહેશે અને હું ભારતીય મહિલા ટીમોને ખુશ કરવા માટે ઉત્સુક છું."
ભારતીય ફૂટબોલની પ્રગતિમાં રોમાનું ઘણું યોગદાન
AIFFના જનરલ સેક્રેટરી કુશાલ દાસે કહ્યું કે, રોમાએ ભારતીય ફૂટબોલની પ્રગતિમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓએ કહ્યું કે, રોમા લગભગ 10 વર્ષોથી AIFF સાથે જોડાયેલી છે અને તેઓએ દેશમાં ફૂટબોલની પ્રગતિ માટે ઘણા કાર્યો કર્યા છે.
આ પણ વાંચો: કોચ હબાસ ATK મોહન બાગાનના કોચ તરીકે યથાવત રહેશે
કોરોના મહામારીને કારણે 2020માં મહિલા વર્લ્ડ કપનું આયોજનને રદ્દ કરાયું
ભારત FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન 2020માં 2થી 21 નવેમ્બર દરમિયાન કરવાનું હતું પરંતુ કોવિડ -19 મહામારીને કારણે તેને રદ્દ કરવામાં આવ્યું હતું. જેને ફિફાને 2022 માં આગામી તબક્કાની હોસ્ટિંગની જવાબદારી સોંપવાની ઘોષણ કરાઈ હતી.
FIFAએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું
ઉલ્લેખનીય છે કે, 8 એપ્રિલ 2021ના રોજ FIFAએ એક સ્ટેટમેન્ટ જાહેર કરતાં કરતાં જણાવ્યું હતું કે, "લાહોરમાં PFF(પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન)ના મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવેલા વિરોધ અને FIFA દ્વારા નિમાયેલી નોર્મલાઈઝેશન સમિતિને હટાવવાને કારણે તેમને બેન કરવામાં આવ્યા છે."
FIFAએ વિરોધ પ્રદર્શનના કરાણે લીધો નિર્ણય
PFF ઓફિસ પર ગત 27 માર્ચે પૂર્વ અધ્યક્ષ સૈયદ અશફાક હુસેન શાહ અને તેના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસના લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. FIFAએ પણ કોઈ કાર્યવાહી કરતા પહેલા ચેતવણી પત્ર જાહેર કર્યો હતો. FIFAએ જણાવ્યું હતું કે, PFFનું નિયંત્રણ એરોન મલ્લિકને આપવામાં આવશે ત્યારે જ તેનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે.