ETV Bharat / sports

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ

મંગળવારે વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક એવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રોનાલ્ડો
રોનાલ્ડો
author img

By

Published : Oct 14, 2020, 4:41 PM IST

લિસ્બન: મંગળવારે વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક એવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી પોર્ટુગલના ફૂટબોલ ફેડરેશન દ્વારા આપવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, આ સમાચાર આવ્યા બાદ રોનાલ્ડોની એક તસવીર પણ સામે આવી છે. જેમાં તે પોતાના ઘરની બાલ્કનીમાં બેઠેલાં અને થમ્બ્સ અપ કરતાં જોવા મળી રહ્યા છે.

ગત અઠવાડિયે રોનાલ્ડોએ ફ્રાન્સ સામે નેશન્સ લીગની મેચ રમી હતી અને સ્પેન સામે પણ મેચ રમી હતી. એનો અર્થ એ છે કે, તે ઘણા સ્ટાર ફૂટબોલરોના સંપર્કમાં આવ્યા હતા.

ફ્રાન્સ સાથે રવિવારે રાત્રે રમાયેલી મેચમાં રોનાલ્ડો પીએસજીની કૈલિન એમબાપ્પી સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. તેમણે પેરિસમાં ફ્રાન્સ સામે 90 મિનિટ સુધી મેચ રમી હતી. આ ઉપરાંત રોનાલ્ડો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં તે તેની ટીમના ખેલાડીઓ સાથે જમ્યા પણ હતા. તેમજ તેમણે તેમની ગર્લફ્રેંડ જોર્જિના સાથે પણ વીડિયો કોલમાં વાત કરી હતી.

રોનાલ્ડો ના સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.