મેડ્રિડ: નેશનલ બાસ્કેટ બોલ એસોશિએશન (NBA)નો એક ખિલાડી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ રિયલ મેડ્રિડે નિર્ણય કર્યો કે, પોતાની સીનિયર ટીમને અલગ રાખવામાં આવશે અને આગામી સમય સુધી કોઇ મેચ નહીં રમે. રિયલ મેડ્રિડની આ જાહેરાત બાદ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સ્પેનના બે ટપના ડિવીઝન લીગને ઓછામાં ઓછી બે અઠવાડીયા માટે સ્થગિત કરવામાં આવી છે.
કોરોના વાયરસના કારણે વિશ્વમાં સ્પોટ્સની ઘણી ઈવેન્ટ્સ રદ કરવામાં આવી છે. કોરના વાયરસની અસર લા લીગા પર નહીં, પરંતુ ISLના ફાઈનલ મેચ પર અસર થઇ છે. બે ટાઈમ ચેમ્પિયન ATK અને ચેન્નાઈ FCની વચ્ચે રમાનીરી ઈન્ડિયન સુપર લીગની ફાઈનલ મેચ દર્શકો વિના સ્ટેડિયમમાં રમાશે. ખેલ મંત્રાલયે બધા રાષ્ટ્રીય મહાસંઘોને સલાહ આપી કે, કોરોના વાયરસના કારણે દેશમાં અત્યારે કોઇ પણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તો, તે ખાલી સ્ટેડિયમમાં રમાશે.
ફુટબોલ સ્પોટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)એ એક નિવેદનમાં કહ્યું કે, કોરોના વારયરસના કારણે ISLની છઠ્ઠી સીઝનની ફાઈનલ મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે. ATK FC ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલૂરુ FCને હરાવી ત્રીજી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. જેનો સામનો ચેમ્પિયન ચેન્નાઈ FC સાથે થશે. ચેન્નાઈ FC સેમીફાઈનલમાં ગોવાને 6 5થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું.