ETV Bharat / sports

Cricket World Cup 2023: એક સમયે જેણે દેશને વિશ્વકપ જીતાડ્યો, તેઓ જેલમાં મેચ જોવાની પરવાનગીની રાહ જોતા હશે

5 ઓક્ટોબરથી શરુ થતા ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થશે. યોગાનુયોગ પાકિસ્તાનના એકમાત્ર વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનનો જન્મ દિવસ પણ છે. પરંતુ તે દિવસે તે ટીવી સ્ટુડિયોમાં બેસીને ક્રિકેટ વિશે વાત કરવાને બદલે જેલમાં મેચ જોવાની પરવાનગીની રાહ જોતા હશે. વાંચો ETV ઈન્ડિયાના ખુર્શીદ વાનીનો વિશેષ અહેવાલ..

Etv BharatCricket World Cup 2023
Etv BharatCricket World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 4:30 PM IST

હૈદરાબાદ: ઈમરાન ખાનનો જન્મદિવસ 5 ઑક્ટોબરના રોજ છે. આ ભાગ્યની ક્રૂર વિડંબના હોવી જોઈએ! જેણે એક સમયે જેણે દેશને વિશ્વકપ જીતાડ્યો હતો, તેણે વર્લ્ડ કપ જોવા માટે પરવાનગી લેવી પડશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસમાં તે જેલમાં દિવસો વિતાવી રહ્યા છે.

5 ઑક્ટોબરે ઈમરાન ખાનનો જન્મદિવસ: 5 ઑક્ટોબરના દિવસે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાનના એકમાત્ર વિશ્વ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનનો જન્મદિવસ છે. 5 ઓક્ટોબરે તેઓ 71 વર્ષના થશે. વાત તો એ છે કે, આ દિવસે તેઓ ટીવી સ્ટુડિયોમાં બેસીને ક્રિકેટ વિશે ગપસપ કરવાને બદલે રાવલપિંડીની જેલમાં મેચ જોવાની પરવાનગીની રાહ જોતા બેઠા હશે!

ઈમરાન ખાન હાલમાં જેલમાં છેઃ પાકિસ્તાને દિગ્ગજ ક્રિકેટર ઈમરાન ખાનના નેતૃત્વમાં 1992નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ દેશ દ્વારા અત્યાર સુધીનો આ એકમાત્ર વર્લ્ડ કપ છે. ઈમરાન ખાનને 27 સપ્ટેમ્બરે એટોકથી અદિયા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. 5 ઓગસ્ટના રોજ ધરપકડ થયા બાદ તેણે થોડા અઠવાડિયા ત્યાં વિતાવ્યા હતા. ઈમરાન ખાન પર ઓગસ્ટ 2018 થી માર્ચ 2022 દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે મળેલી ભેટોના વેચાણમાંથી કમાયેલા નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે. આ કેસમાં તે હાલ જેલમાં છે.

રાજનિતીમાં પ્રવેશ કર્યો: ઇમરાન ખાને 1987માં વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આગળ વધવામાં નિષ્ફળતા બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે તે સમયે તે તેની કારકિર્દીની ટોચ પર હતો. પરંતુ તત્કાલિન સૈન્ય શાસક જનરલ ઝિયા-ઉલ-હકે એક જાહેર સભામાં તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું. આખરે ઈમરાન ખાને પોતાનો વિચાર બદલ્યો અને પછી જે થયું તે ઐતિહાસિક હતું. ઝિયા-ઉલ-હકે પણ ક્રિકેટના શોખીન નવાઝ શરીફને રાજકારણમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. ઓગસ્ટ 1988 માં એક રહસ્યમય વિમાન દુર્ઘટનામાં તેમના મૃત્યુ પછી, ઇમરાન ખાને રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજકારણમાં તેમનો દરજ્જો તેમની ચેમ્પિયન ઈમેજ દ્વારા વધુ વધાર્યો હતો.

આ પણ વાંચો:

  1. Etv Bharat Exclusive: Etv ભારત સાથેની વાતચીતમાં લાલચંદ રાજપૂતે, ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની તૈયારી વિશે જાણો શું કહ્યું.....
  2. Interview of Dhonis coach Bhattacharya : 'ભૂતપૂર્વ કેપ્ટન કૂલ'ના કોચ ભટ્ટાચાર્યએ ભારતીય ટીમને લઇને આપી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.