ETV Bharat / sports

World Cup 2023 : ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત કેપ્ટન વિલિયમસની જગ્યા લેશે આ બેટ્સમેન - ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડ

વર્લ્ડ કપ 2023 માં જીતની સફરમાં ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. કારણ કે કેપ્ટન કેન વિલિયમસનને બાંગ્લાદેશ સામેની મેચમાં થયેલી ઈજાને કારણે તેના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે આગામી મેચમાં તે ન રમી શકે તેવી શક્યતા છે.

World Cup 2023
World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 10:39 PM IST

ચેન્નાઈ : ન્યૂઝીલેન્ડને તેના વર્લ્ડ કપ અભિયાનમાં ફટકો પડ્યો છે. કેપ્ટન કેન વિલિયમસનને તેના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવાનું સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે. જેના પરિણામે તે આગામી મેચમાં ટીમની આગેવાની નહીં કરી શકે.

ન્યૂઝીલેન્ડ ટીમ પહેલાથી જ પ્રથમ બે મેચમાં કેપ્ટન કેન વિલિયમસનના સુકાનપણાનો ફાયદો ચૂકી ગઈ હતી. ત્યારે હવે વધુ કેટલીક મેચમાં કેન વિલિયમસનની ગેરહાજરીથી કઠિન બોલિંગ આક્રમણ સામે તેમના બેટિંગ યુનિટને અસર થઈ શકે છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન વિલિયમસનને બાંગ્લાદેશ સામેની મેચ રમતા સમયે રનિંગ બિટિન ધ વિકેટ દરમિયાન કરવામાં આવેલો થ્રો વાગ્યો હતો. બાદમાં સ્કેનથી તેને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે જણાવ્યું કે, તેઓને આશા છે કે આ બેટ્સમેન હજુ પણ ન્યુઝીલેન્ડ ટીમ માટે ટુર્નામેન્ટમાં ભૂમિકા ભજવશે. જો ટીમને બેટ્સમેન બદલવો પડશે તો વેલિંગ્ટન ફાયરબર્ડ્સનો બેટ્સમેન ટોમ બ્લંડેલ કેન વિલિયમ્સનના કવર તરીકે ભારત આવશે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા સત્તાવાર મીડિયા રિલીઝમાં ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે, પ્રથમ તો અમે બધા અનુભવીએ છીએ કે, કેન વિલિયમ્સન માટે તેની ઘૂંટણની ઈજામાંથી પાછા ફરવા માટે તેની તમામ સખત મહેનત પછી આવું થાય તે નિરાશાજનક સમાચાર છે. પ્રારંભિક નિદાન બાદ અમને થોડી આશા છે કે તે હજુ પણ આરામ અને રિકવરીના સમયગાળા પછી પૂલ પ્લેમાં દર્શાવી શકે છે. કેન વિલિયમ્સન સ્પષ્ટપણે વિશ્વ કક્ષાનો ખેલાડી અને સુકાની છે. ઉપરાંત અમારી ટીમનો એક મોટો અને મહત્વપૂર્ણ હિસ્સો છે, તેથી અમે તેને દરેક તક આપવાનો પ્રયત્ન કરીશું જેથી તે ટુર્નામેન્ટમાં પરત ફરી શકે.

ટોમ બ્લંડેલ વિશે વાત કરતા કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે, બેટિંગ ક્રમમાં ટોમ બ્લંડેલની ફ્લેક્સિબિલિટી ટીમ માટે ઉપયોગી થશે. ટોમ પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસમાં વન-ડે ટીમ સાથે રહ્યો હતો અને તેણે સારું પ્રદર્શન કર્યું હતું. તે બેટિંગ ક્રમમાં બહુવિધ સ્થાનોને આવરી લે છે અને તેની વિકેટ-કીપિંગ કુશળતા પણ બેક-અપ તરીકે વધારાનું બોનસ છે.

  1. India Beat Pakistan World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું મિકી આર્થરે
  2. World cup 2023: ભારતે બોલરોએ મચાવ્યો તરખાટ, 191 રનમાં પાકિસ્તાની ટીમને કરી ઓલઆઉટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.