ETV Bharat / sports

શ્રેયસ અય્યરે ઇતિહાસ રચ્યો, ઘણા દિગ્ગજોને પાછળ છોડી ચોથા નંબર પર કર્યો કમાલ - Yuvraj Singh

Shreyas Iyer: ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે ICC ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સતત 2 સદી ફટકારી છે. આ ઇનિંગ્સની મદદથી ઐયરે ઘણા શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Etv BharatShreyas Iyer
Etv BharatShreyas Iyer
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 7:55 PM IST

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ICC ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. જો કે તે ભારત માટે શરૂઆતની મેચોમાં બેટથી કઈ કરી શક્યો ન હતો, પરંતુ જેમ જેમ નોકઆઉટ મેચ નજીક આવી, તેમ તેણે પોતાની કાબિલીયત બતાવી શાનદાર પ્રદર્શન કર્યું. ક્રિઝ પર આવીને તે તોફાની રીતે બેટિંગ શરૂ કરે છે. તેની ઇનિંગ્સમાં ચોગ્ગા ઓછા અને વધુ ગગનચુંબી છગ્ગા વધું જોવા મળે છે.

આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યાઃ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતી વખતે ઐયરે સદી ફટકારી હતી. અય્યરે 70 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે ODI વર્લ્ડ કપની એક આવૃત્તિમાં નંબર 4 પર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આ સાથે તે એક જ એડિશનમાં ચોથા નંબર પર 500 રન બનાવનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. અત્યાર સુધી કોઈ એશિયન બેટ્સમેન અય્યરની જેમ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં ચોથા નંબર પર 500થી વધુ રન બનાવી શક્યો નથી.

  • Shreyas Iyer is the first ever middle order batter to score 500 runs in a single World Cup edition. ⭐

    - Iyer created history....!!!! pic.twitter.com/c4g5Mlc1uh

    — Johns. (@CricCrazyJohns) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અય્યરે અત્યાર સુધીમાં 526 રન બનાવ્યા છે: શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં વર્લ્ડ કપ 2023ની 10 મેચોમાં 75.14ની એવરેજ અને 113.11ની સ્ટ્રાઈક રેટ સાથે 526 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 2 વિસ્ફોટક સદી અને 3 વિસ્ફોટક અડધી સદી ફટકારી છે. અય્યરે ન્યૂઝીલેન્ડ સામે 150ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 70 બોલમાં 105 રન બનાવ્યા હતા અને તે પહેલા લીગ મેચની છેલ્લી મેચમાં તેણે નેધરલેન્ડ સામે 94 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 128 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 136.17 હતો.

  • Most runs at No.4 or below for India in a World Cup edition:

    Shreyas Iyer - 526* (2023).

    Yuvraj Singh - 362 (2011).

    - Shreyas Iyer Created history, He is the Only Asian player to have scored 500+ runs in a WC edition...!!!! pic.twitter.com/2hBH7RwZfq

    — CricketMAN2 (@ImTanujSingh) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો: અય્યર પહેલા વર્લ્ડ કપની એક એડિશનમાં 4 નંબર પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના નામે હતો. તેણે 2011ના વર્લ્ડ કપમાં 362 રન બનાવ્યા હતા. હવે અય્યર વર્લ્ડ કપની એક સિઝનમાં 500 રન બનાવનાર એશિયાનો પ્રથમ નંબર 4 બેટ્સમેન બની ગયો છે.

ઐય્યરે આ દિગ્ગજોને પાછળ છોડ્યા: શ્રેયસ ઐય્યર ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે 4 અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે એક એડિશનમાં 500 રન બનાવ્યા છે. તેમની પહેલાં, સ્કોટ સ્ટાયરિસ, એબી ડી વિલિયર્સ, બેન સ્ટોક્સ અને માર્ટિન ક્રો જેવા બેટ્સમેનોએ 4 અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે એક આવૃત્તિમાં અય્યર કરતા ઓછા રન બનાવ્યા હતા.

  • Most runs by Middle order batsman in a world cup (4-7)

    1. Shreyas Iyer: 526 runs
    2. Scott Styris: 498 runs
    3. AB de villers: 482 runs
    4. Ben stokes: 465 runs
    5. Martin Crowe: 456 runs

    No other middle order batsman has scored more runs than Iyer in a single edition of Wc😳 pic.twitter.com/GxZpmK9AoK

    — Varun Giri (@Varungiri0) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • શ્રેયસ ઐયર: 526* રન (2023)
  • સ્કોટ સ્ટાયરિસ: 499 રન (2007)
  • એબી ડી વિલિયર્સ: 482 રન (2015)
  • બેન સ્ટોક્સ: 465 રન (2019)
  • માર્ટિન ક્રો: 456 રન (1992)

અય્યર આ યાદીમાં જોડાયોઃ શ્રેયસ ઐયર વર્લ્ડ કપમાં ભારત માટે સતત બે સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. અય્યર પહેલા રોહિત શર્માએ સતત 3 અને રાહુલ દ્રવિડે સતત બે સદી ફટકારી હતી.

  • 3 સદી: રોહિત શર્મા (2019)
  • 2 સદી: રાહુલ દ્રવિડ (1999)
  • 2 સદી: શ્રેયસ ઐયર (2023)

આ પણ વાંચો:

  1. વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મોહમ્મદ શમીના બાળપણના કોચે કર્યો ખુલાસો, જણાવી આ મોટી વાત
  2. World Cup 2023: સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટ્યો, વિરાટ કોહલીનું વન ડેમાં 50મું શતક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.