નવી દિલ્હીઃ વીમેન્સ પ્રીમીયર લીગ તારીખ 4 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં સૌથી વધારે કિંમતમાં વેચાનાર ખેલાડીઓ પર સૌની નજર છે. આ ટુર્નામેન્ટની પહેલી મેચ મુંબઈમાં રમાવાની છે. મુંબઈના ડીવાઈ પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિમમાં મેચને લઈને તૈયારીઓ થઈ રહી છે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તારીખ 26 માર્ચના રોજ રમાશે.ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આ ફોર્મેન્ટને સૌથી શ્રેષ્ઠ અને શાનદાર માનવામા્ં આવે છે. સૌથી મોંઘી કિંમતે વેચાયેલ ખેલાડીઓએ અત્યાર સુધી તમામ મેચમાં બેસ્ટ પર્ફોમ કર્યું છે.
આ પણ વાંચોઃ Virat Kohli Video: કોહલીએ ધોનીને ગણાવ્યા બેસ્ટ ફ્રેન્ડ, કહ્યું- ખરાબ સમયમાં સાથ આપ્યો
સ્મૃતિ મંધાનાઃ વીમેન્સ પ્રીમીયર લીગમાં ભારતીય ક્રિકેટ ટીમની મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી છે. જેને 3.40 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ ટીમની તે કેપ્ટન છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેન્ટના ભેગા થઈને એના કુલ રન 6200 થયા છે. 4 ટેસ્ટ મેચ રમી છે. જેમાં કુલ 325 રન કર્યા છે. જેમાં 57 ફોર અને 1 સિક્સનો સમાવેશ થાય છે. એક સદી અને 2 હાફ સેન્ચુરી ફટકારી છે. 77 વન ડે મેચમાં 3073 રનનો સ્કોર બનાવ્યો છે. વન ડેમાં 5 સદી અને 25 હાફસેન્ચુરી ફટકારી છે. જેમાં 368 ફોર અને 35 સિક્સનો સમાવેશ થાય છે. જ્યારે T20માં તેણે 116 મેચ રમી છે જેમાં 2802 રન બનાવ્યા છે. જેમાં 377 ફોર અને 54 સિક્સનો સમાવેશ થાય છે.
એશલે ગાર્ડનરઃ સૌથી મોંધી મહિલા ખેલાડીમાં બીજા ક્રમે એશલે ગાર્ડનર બીજા ક્રમે છે. 3.20 કરોડમાં ગુજરાતની ટીમે એની પસંદગી કરી છે. અત્યાર સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેણે 1990 રન કર્યા છે. 3 ટેસ્ટ મેચ રમી છે જેમાં 157 રન બનાવ્યા છે. જેમાં 19 ફોર અને 2 સિક્સનો સમાવેશ થાય છે. 2 હાફસેન્ચુરી પણ ફટકારી છે. જ્યારે વન ડેમાં 52 મેચ રમી છે. જેમાં કુલ 686 રન કર્યા છે. જેમાં 4 હાફસેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. જ્યારે t20 ઈન્ટરનેશનલમાં તેણે 72 મેચ રમી છે જેમાં કુલ 1147 રન કર્યા છે. જેમાં 6 હાફસેન્ચુરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Virat Kohli On ICC Trophy: ICC ટ્રોફી વિશે વિરાટે કહી આ મોટી વાત, કહ્યું હારનો કોઈ અફસોસ નથી
નેટ સીવરઃ મૂળ ઈગ્લેન્ડની ખેલાડી નેટ સીવર આ યાદીમાં ત્રીજા ક્રમે છે. 3.20 કરોડ રૂપિયામાં તે મુંબઈમાંથી રમશે. નેટે અત્યાર સુધીમાં કુલ 5696 રન કર્યા છે. 8 ટેસ્ટ મેચમાં 512 રન કર્યા છે. જ્યારે 94 વન ડેમાં 3009 રન કરેલા છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં 108 મેચ રમી છે. જેમાં કુલ 2175 રન બનાવ્યા છે.
દીપ્તી શર્માઃ સૌથી મોંધી ખેલાડીઓમાં દિપ્તી ચોથા ક્રમે છે. 2.60 કરોડ રૂપિયામાં ઉત્તર પ્રદેશની ટીમે ખરીદી હતી. તે પોતાની ક્રિકેટ કરિયરમાં કુલ 2984 રન કરી ચૂકી છે. ટેસ્ટ ક્રિકેટના 2 મેચમાં 152 રન કર્યા છે. જ્યારે વન ડેમાં 80 મેચ રમીને 1891 રન કર્યા છે. જેમાં 1 સદી અને 12 હાફસેન્ચુરીનો સમાવેશ થાય છે. જ્યારે t20 ઈન્ટરનેશનલમાં 92 મેચ રમીને 941 રન કર્યા છે.
જેમીમા રોડ્રિગ્સઃ જેમીમા દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમશે. 2.20 કરોડ રૂપિયામાં એને ખરીદવામાં આવી હતી. તેણે પોતાના ક્રિકેટ કરિયારમાં 2098 રન કર્યા છે. તે અત્યાર સુધીમાં માત્ર બે જ ફોર્મેટમાં રમી છે. 21 વન ડેમાં 394 રન કર્યા છે. જ્યારે t20 ઈન્ટરનેશનલ મેચમાં 80 મેચ રમીને 1704 રન કર્યા છે.