ETV Bharat / sports

શમીના બચાવમાં ઉતર્યો સેહવાગ, ઓવૈસીએ કહ્યું- 11 ખેલાડીમાંથી નિશાને મુસ્લિમ જ કેમ? - ટીમ ઇન્ડિયા

પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag) અને AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ સોમવારના ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)નું સમર્થન કર્યું, જેને વિશ્વ કપના ઇતિહાસમાં પાકિસ્તાન વિરુદ્ધ દેશની ક્રિકેટ ટીમની પહેલી હાર બાદ ઑનલાઇન નિશાન બનાવવામાં આવ્યો.

શમીના બચાવમાં ઉતર્યો સેહવાગ, ઓવૈસીએ કહ્યું- 11 ખેલાડીમાંથી નિશાને મુસ્લિમ જ કેમ?

author img

By

Published : Oct 25, 2021, 7:31 PM IST

  • સેહવાગ અને ઓવૈસીએ શમીનો બચાવ કર્યો
  • પાકિસ્તાન સામે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો શમી
  • ભારતની હાર બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નિશાને લીધો

હૈદરાબાદ: પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની હાર બાદ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો ભારતના પૂર્વ ઑપનર વિરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag) અને નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ તેનો બચાવ કર્યો છે.

ઓવૈસી શું કહ્યું?

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કાલે ભારત-પાકિસ્તાન મેચ બાદથી ઝડપી બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ દર્શાવે છે કે દેશમાં કેટલી નફરત વધી ગઈ છે. ઓવૈસીએ કહ્યું કે, ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડી છે તેને આ લોકો નિશાન બનાવી રહ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ કોણ ફેલાવી રહ્યું છે?

શમીના સમર્થનમાં ઉતર્યો સેહવાગ

તો પૂર્વ ઓપનિંગ બેટર વિરેન્દ્ર સેહવાગે સોમવારના ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનું સમર્થન કર્યું, જેને વિશ્વકપ ઇતિહાસમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમના પહેલીવાર હાર્યા બાદ ઑનલાઇન નિશાન બનાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રવિવારના ભારતને વિશ્વકપની તેની પહેલી મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન શમી ભારતનો સૌથી મોંઘો બોલર સાબિત થયો અને તેણે 3.5 ઑવરમાં 43 રન આપ્યા.

શમી અત્યારના સમયમાં ભારતના સૌથી સારા ફાસ્ટ બોલરમાંથી એક

સેહવાગે ટ્વીટ કર્યું કે, મોહમ્મદ શમીને ઑનલાઇન નિશાન બનાવવો સ્તબ્ધ કરનારું છે અને અમે તેની સાથે છીએ. તે ચેમ્પિયન છે અને જે પણ ભારતની કેપ પહેરે છે તેના દિલમાં ભારત કોઇપણ ઓનલાઇન ઉપદ્રવીથી વધારે હોય છે. તારી સાથે છું શમી. આગામી મેચમાં જલવો બતાવી દો. ઉલ્લેખનીય છે કે શમી હાલના સમયમાં ભારતના સૌથી સારા ઝડપી બોલરોમાંથી એક છે અને છેલ્લા 5 વર્ષમાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓએ રવિવારના રાતના તેના પ્રદર્શનને તેના ધર્મ સાથે જોડ્યું જે લોકોને સારું નથી લાગ્યું.

આ પણ વાંચો: પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી, રોહિતને લઇને પૂછાયેલા પ્રશ્ન પર ભડક્યો વિરાટ

આ પણ વાંચો: IND VS PAK T20 World Cup 2021 Live: પાકિસ્તાને ભારતને હરાવ્યું, બાબાર-રિજવાન પડ્યા ભારે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.