- ભારતની જીત
- જાડેજા અને અશ્વિને 3 - 3 વિકેટ લીધી
- મુખ્ય કોચ શાસ્ત્રીની પણ વિદાય મેચ
ન્યુઝ ડેસ્ક: ભારત અને નામીબિયા વચ્ચે આજે ટી 20 વર્લ્ડ કપનો 42મો મેચ રમાયો હતો જેમાં પહેલાં બેટિંગ કરતાં નામીબિયાએ 8 વિકેટ ગુમાવીમે 132 રન બનાવ્યા હતા અને ભારતને 133 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની તરફથી જાડેજા અને અશ્વિનમે 3 - 3 વિકેટ લીધી જ્યારે જસપ્રીત બુમરાહએ પણ 2 વિકેટ ઝડપી હતી. જો ભારતની બેટિંગની વાત કરવામાં આવે તો 10 ઓવરમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 56 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. જો કે પાછળથી કે એલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ભારતને વિજય અપાવ્યો
મુખ્ય કોચ શાસ્ત્રીની પણ વિદાય મેચ
ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે જ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. અનિલ કુંબલેના પદ છોડ્યા બાદ રવિ શાસ્ત્રી આ જવાબદારી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. તેમની સાથે ભરત અરુણ, આર. શ્રીધર પણ ટીમ ઈન્ડિયાને વિદાય આપશે.
ટી20 કેપ્ટન તરીકે કોહલીની છેલ્લી મેચ
ટી 20 કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હશે. આવી સ્થિતિમાં વિરાટ આ મેચમાં જીત સાથે T20ની કેપ્ટનશીપને અલવિદા કહેવા માંગશે.
મોટી મેચોમાં નિષ્ફળ ગઈ કેપ્ટન્સી
કેપ્ટન તરીકે વિરાટ કોહલી બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઉપરાંત, કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. પરંતુ ICC ટૂર્નામેન્ટની મોટી મેચોમાં તેની કેપ્ટનશિપની ચમક ઝાંખી પડી ગઈ છે.