કેપટાઉનઃ કેપ્ટન વિરાટ કોહલીએ (Test captain Virat Kohli) સોમવારે કહ્યું કે, મારા કરિયરમાં પ્રથમવાર આ પ્રકારની સ્થિતિ નથી આવી. વર્ષ 2014માં, જ્યારે હું ઇંગ્લૈન્ડ રમી રહ્યો હતો, ત્યારે એવી ચ્રર્ચાઓે ઉઠી હતી કે "હું યોગ્ય રીતે રમત રમી નથી (second test 2021) રહ્યો કે નથી સદી ફટકારી શકતો, જેમની સાથે મારી સરખામણી કરાઇ રહી છે તે મારા દ્વારા જ નક્કી કરાયેલા છે. તેથી મેદાનની બહાર શું ચાલી રહ્યું છે, તેનાથી તેમને કોઈ ફર્ક પડતો નથી. આ ઉપરાંત તેણે અન્ય કિક્રેટ ખેલાડીઓને લઇને નિવેદન (Virat kohli statement) પણ આપ્યું છે.
"કેટલીકવાર રમતમાં તમારી ધારણા મુજબ પરિણામ નથી મળતુ" : કોહલી
27 ટેસ્ટ સદી ફટકારનાર કોહલીએ કહ્યું, "કેટલીકવાર રમતમાં તમારી ધારણા મુજબ પરિણામ નથી મળતુ", પરંતુ એક ખેલાડી અને બેટ્સમેનના રૂપમાં હું છેલ્લા કેલેન્ડર વર્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણો અને ભાગીદારીમાં રહ્યો છું. ઘણી ટેસ્ટ મેચોમાં તે ક્ષણો અમારા માટે મહત્વની રહી છે. ક્યારેક તમારું કેન્દ્રબિંદુ બદલાતાની સાથે તમારી જાતને તમે સંખ્યા અને સફળતાની દ્રષ્ટિએ જુઓ છો, જેનાથી તમે ક્યારેય સંતુષ્ટી અનુભવી શકોશો નહી.
જાણો બેટ્સમેનના રૂપમાં શું વિચારે છે કોહલી?
બેટ્સમેનના રૂપમાં શું વિચારે છે તેનો મંતવ્ય આપતા કોહલી છે કે, હું જે રીતે રમું છું તેના પર મને ગર્વ અને ખુશી છે. કારણ કે, તમે ટીમમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે જોડાયેલા રહેવા માંગો છો અને મારો લક્ષ્ય શ્રેષ્ઠ પ્રદર્શનનો પ્રયાસ કરતા રહેવાનો છે. આ ઉપરાંત મારે કોઇ સમક્ષ ખુદને સાબિત કરવાની જરૂર નથી.
"ચેતેશ્વર પુજારા અને અજિંંક્ય રહાણેનો અનુભવ ટીમ માટે અમૂલ્ય" : કોહલી
કોહલીએ કહ્યું કે, સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ટીમને પોતાનો જે અનુભવ આપે છે તે અમૂલ્ય છે. તેની ઘણી ટેસ્ટ ઇનિંગ્સ પછી, પૂજારા અને રહાણે બન્નેએ જોહાન્સબર્ગમાં બીજી પારીમાં અનુક્રમે 53 અને 58 સાથે 111 રન બનાવ્યાં હતા.
મંગળવારથી ન્યૂઝીલૈંડના ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી શરૂ ત્રીજી ટેસ્ટ મેચ
ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તેણે મંગળવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ (third test 2022) પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત સાથે વાતચીત કરી છે. આ સાથે વિરાટ કહે છે કે, પંત એક એવો ખેલાડી છે, જે પોતાની ભૂલોને સમજે છે અને તે ભુલને સુધારી ભવિષ્યમાં દોહરાવતો નથી. જોહાન્સબર્ગની બીજી ટેસ્ટના બીજા દાવમાં, કાગિસો રબાડાની બોલ પર પંત ખરાબ શોટ દ્વારા શૂન્ય પર આઉટ થઇ ગયો હતો, તેના લીધે ઘણી ટીકા કરાઇ હતી.
પ્રેક્ટિસ સેશનમાં પંત સાથે શોટ વિશે થઇ વાત
કોહલીએ સોમવારે કહ્યું, અમે પ્રેક્ટિસ સેશનમાં પંત સાથે શોટ વિશે થઇ છે, જ્યારે બેટ્સમેનોને પણ ખ્યાલ છે કે, તેઓ કેવા પ્રકારના શોટ રમતા આઉટ થયા હતા. એક ખેલાડી તરીકે દરેક વ્યક્તિએ તે જવાબદારી સ્વીકારવી પડશે. મારૂ માનવું છે કે, પ્રગતિના શરૂઆત ત્યાંથી જ થશે. અમે પણ ભુલો કરી છે.
કોહલીએ MS ધોનીએ આપેલી સલાહને કરી યાદ
કોહલીએ કહ્યું, અમે અમારા પર રહેતા દબાણ કે પછી બોલરના કૌશલના લીધે આઉટ થયા છીએ. ત્યારે ખેલાડીની તે સમયે તેની માનસિકતા અને નિર્ણય શું હતો તેમજ ખેલાડીએ ક્યાં ભૂલો કરી તે સમજવું જરૂરી છે. એકવાર આપણે આપણી ભૂલ શોધી કાઢી પછી, તેનું પુનરાવર્તન ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવા જોઇએ. કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન MS ધોની (Former captain MS Dhoni) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સમયે થયેલી ભૂલો પર જે સલાહ આપી હતી તેને યાદ કરી હતી.
ભૂલનું પુનરાવર્તન કરવામાં ઓછામાં ઓછું 7-8 મહિનાનું અંતર જરૂરી
તેણે કહ્યું કે, MS ધોનીએ શરૂઆતના સમયમાં ઘણી સારી સલાહો આપી હતી. થોડા સમય પહેલા તેણે મને વાત કરી હતી કે, એક ભૂલ પછી બીજી ભૂલનું પુનરાવર્તન કરવામાં ઓછામાં ઓછું 7-8 મહિનાનું અંતર હોવું જરૂરી છે. તો જ તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દી બનાવી શકશો અને હું પંતમાં પણ આવો જ સુધારો ઈચ્છું છું. હું જાણું છું કે પંત પોતાની ભૂલો ઝડપથી સુધારશે.
મોહમ્મદ સિરાજ મેચ નહી રમી શકે
કેપટાઉનના નિર્ણાયક મેચમાં મોહમ્મદ સિરાજ ઈજાના કારણે ભાગ નહી લઇ શકે. અને ત્રીજી ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા વિશે વાત કરતા કોહલીએ પોતાને ફિટ જાહેર કર્યો હતો. કેપ્ટને કહ્યું, હા, હું બિલકુલ ફિટ છું. સિરાજ છેલ્લી મેચમાં પહોંચેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.હાલ મને નથી લાગતું કે, તે ત્રીજી ટેસ્ટમાં રમી શકશે. સિરાજની જ્ગયાએ ઇશાંત શર્મા અથવા ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.
વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા
વિરાટ કોહલીએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે, વર્તમાન ટીમ મેનેજમેન્ટના ખરાબ ફોમમાં ચાલે છે,ત્યારે સિનિયર ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને બહાર કરવાનો કોઇ વિચાર નથી. કારણ કે, માત્ર વાતચીતથી ખેલાડીમાં પરિવર્તન ના આવી શકે.
શ્રેયસ અય્યર અને હનુમા વિહારી સાથે અન્યાય
આ બંને સિનિયર બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં અર્ધસદી ફટકારીને કંઈક અંશે ફોર્મ મેળવ્યું છે, પરંતુ લાંબા સમયથી રન બનાવવાની મથામણ પર હવે સવાલો થઇ રહ્યાં છે. શું આ શ્રેયસ અય્યર અને હનુમા વિહારી સાથે અન્યાય નથી, જેનું સારું પ્રદર્શન હોવા છતાં બહાર બેસવું પડે છે.
બન્નેનું ન્યૂજીલૈંડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન
અય્યરે ન્યૂજીલૈંડ સામેની ટેસ્ટ સિરીઝમાં સદી અને અડધી સદી ફટકારી હતી. આ સાથે જ વિહારીએ જોહાન્સબર્ગ ટેસ્ટમાં 40 રન બનાવ્યા હતા. કોહલીને સવાલ કરાયો હતો કે, શું દેશમાં ચાલી રહેલા બદલાવ સામે કંઇ રીતે લડશો. કોહલીએ જવાબમાં કહ્યું કે, હું ખાતરી સાતે નથી કહેતો કે, અમે ક્યારે આ ટોપિક પર વાત કરીશું. રમત પોતાની રીતે આગળ વધે છે. તમે કોઈ ખેલાડી પર તેના માટે દબાણ આપી શકતા નથી.
રહાણે અને પૂજારાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી
તેણે કહ્યું, “જો તમે છેલ્લી ટેસ્ટમાં જ જુઓ તો જે રીતે રહાણે અને પૂજારાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી. એ અનુભવ અમારા માટે અમૂલ્ય છે. ખાસ કરીને આવી શ્રેણીમાં જ્યાં આપણે જાણીએ છીએ કે આ ખેલાડીઓએ ભૂતકાળમાં તેમની ભૂમિકા સારી રીતે ભજવી છે. આ ઉપરાંત બન્ને ખેલાડીઓઅ ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું હતું.
બેટ્સમેન ઋષભ પંતના આઉટ થવા પર કોહલીએ કહ્યું
કેપ્ટને કહ્યું કે, બદલાવ અંગે ખેલાડી સાથે વાતચીત જટિલ હોઈ શકે છે અને તેને વ્યવસ્થિત રીતે કરવી જોઇએ. બેજવાબદાર શોટ રમીને બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના આઉટ થવા પર કોહલીએ કહ્યું કે, ભૂલ સ્વીકારવી એ સુધારાનું પ્રથમ ચીહ્ન છે.
ધોનીએ મારી કારકિર્દીની શરૂઆતમાં મને ઘણી સલાહ આપી : કોહલી
તેણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ મારી કારકિર્દીની શરૂઆતમાં મને ઘણી સલાહ આપી હતી. તમારી પહેલી અને બીજી ભૂલ વચ્ચે ઓછામાં ઓછું સાતથી આઠ મહિનાનું અંતર હોવું જોઈએ અને તો જ તમે તમારી કારકિર્દીને લંબાવી શકશો. ત્યારે મેં નક્કી કર્યું હતું કે, હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું.
આ પણ વાંચો:
રવિચંદ્રન અશ્વિન ઓલરાઉન્ડર
રવિચંદ્રન અશ્વિન કોઈપણ પરિસ્થિતિમાં ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવી શકે છે. તે તાજેતરના વર્ષોમાં પ્રીમિયર ઓફ-સ્પિનરના આ વર્ષે બેટ અને બોલ સાથેના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત છે આ વાત વિરાટ કોહલીએ જણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે, અશ્વિનની જવાબદારી રવિન્દ્ર જાડેજાએ સારી રીતે નીભાવી છે.
"જાડેજાનું મહત્વ બધા નહી સમજી શકે" : કોહલી
કોહલીએ ત્રીજી અને અંતિમ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, જાડેજાનું મહત્વ અને તેણે ટીમ માટે જે કર્યું છે તેને હર કોઇ નહી સમજી શકે, પરંતુ મને લાગે છે કે અશ્વિન અમારા માટે આ ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યો છે. "એશ જાણે છે કે, તેની રમતમાં રમવાની સ્ટાઇલમાં ઘણો સુધારો થયો છે.
અશ્વિને બીજી ટેસ્ટમાં 50 બોલમાં 46 રનની ઇનિંગ રમી
અશ્વિને બીજી ટેસ્ટમાં 50 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી અને તે ટીમનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો, જેણે સ્ટેન્ડ-ઇન કેપ્ટન કેઅલ રાહુલને 50 રનનથી પાછળ છોડી દીધા હતા. કારણ કે, ભારત પ્રથમ દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તે પ્રથમ દાવમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ આ ઓફ સ્પિનરે દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગમાં 11.4 ઓવરમાં 26 રન બનાવી વિકેટ લીધી હતી. તેણે કહ્યું, "જો તમે છેલ્લી ટેસ્ટમાં તેના બેટિંગના યોગદાનને જુઓ અને બીજી ઇનિંગમાં તેણે જે રીતે બોલિંગ કરી, તો મને લાગે છે કે, તે ટીમ માટે એક મહાન યોગદાન હતું."
આ પણ વાંચો:
Ind Vs Sa Test Series: કે.એલ રાહુલને નહી પણ આ ખેલાડીને કેપ્ટન બનાવવાની હતી જરૂર...